મોરબી જિલ્લામાં દિવ્યાંગ મતદારો માટે ૫૨ બુથ ઉપર વહીલચેર તથા સહાયકોની વ્યવસ્થા

- text


જિલ્લાના ૨૦૯૦ દિવ્યાંગોને મતદાન આપતી વેળાએ ૧૭૦ સહાયકો કરશે મદદ : કલેકટર સાથે બેઠક યોજતા એકસેસીબિલીટી ઓબ્ઝર્વર આર.એમ.જાદવ

મોરબી : મોરબી જિલ્લામા કુલ ૨૦૯૦ દિવ્યાંગ મતદારો છે. દિવ્યાંગ મતદારો માટે ૫૨ બુથ ઉપર વહીલચેર તથા ૧૭૦ સહાયકોની વ્યવસ્થા જિલ્લા ચૂંટણી તંત્ર દ્વારા કરવામાં આવી છે. જો કે આ તમામ વ્યવસ્થા અંગે માહિતી મેળવવા એકસેસીબિલીટી ઓબ્ઝર્વર આર.એમ.જાદવ(IAS) આજરોજ મોરબી જિલ્લાની મુલાકાતે આવ્યા હતાં અને જિલ્લા કલેકટર કચેરી, જિલ્લા સેવા સદન સભાખંડ ખાતે એક બેઠક યોજાવામાં આવી હતી.

લોકસભાની સામાન્ય ચૂંટણી અન્વયે મોરબી જિલ્લાના દિવ્યાંગ મતદાતાઓને મતદાર જાગૃતિ કાર્યક્રમ અંતર્ગત એકસેસીબિલીટી ઓબ્ઝર્વર આર.એમ.જાદવએ દિવ્યાંગ મતદારો તથા એન.જી.ઓના પ્રતિનિધિઓ અને નોડલ ઓફિસરો સાથે વાર્તાલાપ કરી તેમને મતદાનનું મહત્વ સમજાવી, લોકસભાની ચૂંટણીમાં દિવ્યાંગ મતદારો વધુને વધુ સો ટકા મતદાન કરે તેવી અપીલ કરી હતી. જિલ્લા ચુંટણીતંત્રની દિવ્યાંગ મતદાર જાગૃતિ પ્રવૃતિ પરત્વે સંતોષ વ્યકત કરી પોતાના કિંમતી સુચનો કર્યા હતાં.

- text

આ બેઠકમાં શરૂઆતામાં નાયબ જિલ્લા ચુંટણી અધિકારી અને.એસ.ગઢવી તરફથી પ્રેઝન્ટેશનના માધ્યમથી એકસેસીબિલીટી ઓબ્ઝર્વર આર.એમ.જાદવને અને ઉપસ્થિત નોડલ ઓફીસરો અને એન.જી.ઓ.ના પ્રતિનિધિ તથા દિવ્યાંગ મતદાતાઓને માહિતીગાર કર્યા હતાં.તેમણે જણાવ્યું હતું કે, મોરબી જિલ્લામાં દિવ્યાંગ મતદારો પુરૂષ-૧૩૦૧ અને સ્ત્રી-૭૮૯ મળી કુલ-૨૦૯૦ મતદારો છે.તેમજ મોરબી જિલ્લાના ૫૨ બુથ ઉપર વ્હીલચેર તથા ૧૭૦ સહાયકની વ્યવસ્થા કરવામાં આવેલ છે. અત્રે ઉલ્લેખનિય છે કે, રાજય ચુંટણીપંચ દ્વારા એકસેસીબિલીટી ઓબ્ઝર્વર આર.એમ.જાદવ(IAS)ની નિમણુંક કરવામાં આવેલ છે. તેમના મોબાઇલ નંબરઃ-૯૯૭૮૪ ૦૫૯૯૪ છે.

આ બેઠકમાં જિલ્લા કલેકટર આર.જે.માકડીયા, નિવાસી અધિક કલેકટર કેતન જોશી, નાયબ જિલ્લા વિકાસ અધિકારીઆર.જે.ગોહિલ, તથા નોડલ ઓફીસરો,દિવ્યાંગ મતદારો, અને જિલ્લાના અધિકારીઓ ઉપસ્થિત રહયાં હતાં

આપણું મોરબી..આપણો રેડીઓ..

Morbi Update ન્યુઝ એપ્લિકેશન અને વેબસાઈટને મોરબીના લાખો લોકોએ વધાવી લીધી છે. ત્યારે મોરબીના લાખો લોકોના પ્રેમ અને આશીર્વાદથી મોરબી અપડેટ દ્વારા સમાચારોથી વધુ આપવાના હેતુ સાથે યંગ ઇન્ડિયા ગ્રુપના સહયોગથી શરૂ કર્યો છે મોરબીનો પોતાનો રેડીઓ એટલે કે મોરબી એપ રેડિયો..

Morbi Update ની નવા રૂપરંગ અને નવા રેડીઓ ફીચર સાથેની એપ્લિકેશન અપડેટ કરવા અથવા ડાઉનલોડ કરવા નીચેની લિંક પર ક્લીક કરો..

https://play.google.com/store/apps/details?id=com.morbiupdate.news

 

 

- text