મોરબી : એસ. બી.આઈની મુખ્ય બ્રાન્ચમાં ગ્રાહકો 86.5 હજારની નકલી નોટ ધાબડી ગયા

- text


મોરબી : સ્ટેટ બેંક ઓફ ઇન્ડિયાની મુખ્ય બ્રાંચમાં અજાણ્યા ગ્રાહકો ૮૬ હજારથી વધુની નકલી નોટો ધાબડી ગયા છે. આ મામલે બ્રાંચ મેનેજેરે પોલીસને જાણ કર્યા બાદ એ.ડીવીઝન પોલીસે વધુ તપાસ હાથ ધરી છે.

આ બનાવની પ્રાપ્ત વિગતો અનુસાર મોરબીના પરાબજારમાં આવેલી એસ.બી.આઈ. બેંકની મુખ્ય બ્રાંચમાં ચલણી નોટો જમા કરાવતા ગ્રાહકો પૈકી કોઈ અજાણ્યા ઈસમો જુદા જુદા સમયે અલગ અલગ ચલણના દરની કુલ ૮૬,૫૦૦ રૂપિયાની નકલી નોટો જમા કરાવી ગયાનું એસ.બી.આઈ. બેંકને માલૂમ પડતા બ્રાંચ મેનેજરે એ.ડીવીઝન પોલીસને આ અંગે જાણ કરી હતી. જે બનાવ સંદર્ભે એ.ડીવીઝન પો.સ્ટેના પી.એસ.આઈ. ચંદ્રકાંત શુક્લે વધુ તપાસ હાથ ધરી છે.

આપણું મોરબી..આપણો રેડીઓ..

- text

Morbi Update ન્યુઝ એપ્લિકેશન અને વેબસાઈટને મોરબીના લાખો લોકોએ વધાવી લીધી છે. ત્યારે મોરબીના લાખો લોકોના પ્રેમ અને આશીર્વાદથી મોરબી અપડેટ દ્વારા સમાચારોથી વધુ આપવાના હેતુ સાથે યંગ ઇન્ડિયા ગ્રુપના સહયોગથી શરૂ કર્યો છે મોરબીનો પોતાનો રેડીઓ એટલે કે મોરબી એપ રેડિયો..

Morbi Update ની નવા રૂપરંગ અને નવા રેડીઓ ફીચર સાથેની એપ્લિકેશન અપડેટ કરવા અથવા ડાઉનલોડ કરવા નીચેની લિંક પર ક્લીક કરો..

https://play.google.com/store/apps/details?id=com.morbiupdate.news

a

 

- text