મોરબી : સિવિલ હોસ્પિટલમાં પોલીસનું જ બાઇક ચોરાઈ ગયું

- text


મોરબી: મોરબીની સિવિલ હોસ્પિટલમાંથી ગુજરાત હાઉસિંગ બોર્ડનાં રહેવાસી પોલીસ કર્મી કિશોરભાઈ ગોવિંદભાઈ સનાવડાનું બાઇક ચોરાઈ ગયું છે.

- text

આ બાબતે તેઓએ ફરીયાદ નોંધાવી છે કે ગત તારીખ ૨૪નાં રોજ તેમનુ બાઇક જીજે ૩ એપી ૫૧૪૩(કિંમત રૂપિયા ૧૦૦૦૦) લઇને બહારગામ જવાનું હોવાથી, તેઓએ ઘરેથી નીકળીને સરકારી હોસ્પિટલના પાર્કિંગમાં પાર્ક કરેલું હતુ. ત્યાંથી કોઈ અજાણ્યા શખ્સોએ બાઇક ચોરી લીધુ હતુ. બાઇક ચોરીની ફરીયાદ કરનાર કિશોરભાઈ પોતે હેડ કોન્સ્ટેબલ છે, અને રાજકોટ જેલમાં ફરજ બજાવે છે.

- text