મોરબીની હોલિસ વિટ્રીફાઇડમાં રક્તદાન કેમ્પ યોજાયો : પાંચ વિદેશીઓ સહિત 200થી વધુ લોકોએ રક્તદાન કર્યું

- text


મોરબી : મોરબીની હોલિસ વિટ્રીફાઇડ કંપનીમાં આજે કંપનીના માલિકો દ્વારા સ્વૈચ્છિક રક્તદાન કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં કંપની સાથે જોડાયેલા પાંચ વિદેશી સહિત 200થી વધુ લોકોએ ઉત્સાહભેર રક્તદાન કર્યું હતું.

મોરબીના લાલપર નજીક આવેલી હોલિસ વિટ્રીફાઇડ કંપનીના માલિકો વિજયભાઈ કગથરા, જતીનભાઈ કગથરા સહિત આગેવાનીમાં કમ્પની ખાતે એક સ્વૈચ્છિક રક્તદાન કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું. આ રક્તદાન કેમ્પ મોરબીની સંસ્કાર બ્લડ બેંકના સહયોગથી જરૂરીયાતમંદ લોકોને લોહી મળી શકે તેવા હેતુથી યોજવામાં આવ્યો હતો. આ કેમ્પમાં કંપનીના માલિકો અને કર્મચારીઓ તેમજ સ્ટાફની કંપની સાથે જોડાયેલા પાંચ વિદેશીઓએ પણ ઉત્સાહભેર રક્તદાન કર્યું હતું. રક્તદાનમાં 200થી વધુ લોકોએ સ્વૈચ્છિક રક્તદાન કર્યું હતું.

- text

મોરબી અપડેટના ન્યુઝ આપના મોબાઈલમાં સરળતાથી વાંચવા અમારી એપ્લિકેશન ઇન્સ્ટોલ કરો અને મેળવતા રહો મોરબી જિલ્લાના તાજા સમાચારો..એપ્લિકેશન ડાઉનલોડ કરવા નીચેની લિંક પર ક્લીક કરો..આભાર

https://play.google.com/store/apps/details?id=com.morbiupdate.news&hl=en

- text