મોરબીના ઘુંટુ ગામે તળાવમાં ડૂબી જતાં યુવાનનુ મોત

- text


મોરબી : મોરબીના ઘુંટુ ગામે તળાવમાં ન્હાવા પડેલા યુવાનનું ડૂબી જતાં મોત નીપજ્યું હોવાનો બનાવ સામે આવ્યો છે. આ મામલે તાલુકા પોલીસે નોંધ કરીને જરૂરી કાર્યવાહી હાથ ધરી છે.

પ્રાપ્ત થતી વિગત મુજબ મોરબીના ઘુંટુ ગામે ચંદુભાઈ નાજાભાઈ ચાવડા નામનો ૧૮ વર્ષનો યુવાન ન્હાવા માટે તળાવમાં ઉતર્યો હતો. ત્યારે આ તળાવમાં અકસ્માતે ડૂબી જતાં તેનું મોત નીપજ્યું હતું. આ મામલે તાલુકા પોલીસે નોંધ કરીને આગળની કાર્યવાહી હાથ ધરી છે.

- text

મોરબી અપડેટના ન્યુઝ આપના મોબાઈલમાં સરળતાથી વાંચવા અમારી એપ્લિકેશન ઇન્સ્ટોલ કરો અને મેળવતા રહો મોરબી જિલ્લાના તાજા સમાચારો..એપ્લિકેશન ડાઉનલોડ કરવા નીચેની લિંક પર ક્લીક કરો..આભાર

https://play.google.com/store/apps/details?id=com.morbiupdate.news&hl=en

 

- text