ગ્રીન વેલી સ્કૂલમાં વિજ્ઞાન શીખવવાની નવી પ્રથા સન્ડે સાયન્સ રીટ્રીટનો પ્રારંભ

- text


મોરબી : ગ્રીન વેલી ઇન્ટરનેશનલ સ્કૂલ-મોરબી જે એક ‘કોન્સેપ્ટ સ્કૂલ’ તરીકે પેલી એપ્રિલથી શરુ થઇ રહી છે તેમાં પ્રેક્ટિકલ પ્રયોગો દ્વારા બાળકોમાં વિજ્ઞાન અ ભિરૂચી કેળવાય એવા હેતુથી ‘સન્ડે સાયન્સ રીટ્રીટ’ નામના વિશિષ્ટ કાર્યક્રમની શરૂઆત થઇ. તા.૧૭/૦૩/૨૦૧૯ ના રોજ ગ્રીન વેલી કેમ્પસ પર શાળાના વિજ્ઞાન શિક્ષકો દ્વારા સમગ્ર મોરબીના બાળકોમાં વૈજ્ઞાનિક અભિગમ કેળવાય એ માટે ‘સન્ડે સાયન્સ રીટ્રીટ-૧’નું સફળ આયોજન કરવામાં આવેલું.

આ કાર્યક્રમમાં ૨૮ બાળકોએ ઉમળકાભેર ભાગ લીધો હતો અને તેઓએ “મેગ્નેટિક” એનર્જીના વિવિધ પ્રેક્ટિકલ કરીને જ્ઞાન મેળવ્યુ. શાળાએ કાર્યક્રમમાં ભાગ લીધેલા બાળકોને તેઓએ બનાવેલ પ્રોજક્ટ ગીફ્ટમાં આપ્યા અને સૌ પૌષ્ટિક નાસ્તો કરીને અને કશુંક વિશિષ્ટ પામ્યાના ભાવ સાથે છૂટા પડ્યા. શાળાના નિયામક એવા શ્રી વિનોદભાઈ ખાંડીવારની એવી નેમ છે કે મોરબીમાંથી જ ભવિષ્યના વૈજ્ઞાનિકો તૈયાર કરવા. એટલાં માટે જ તેમણે આ સાયન્સ રીટ્રીટમાં ગ્રીન વેલી સિવાયના પણ બાળકોને આમંત્રણ આપેલું. શાળાના વિજ્ઞાન શિક્ષક શ્રી બલદેવ ચાવડાએ અને શ્રી પૂનમ બલરે સમગ્ર કાર્યક્રમનું સંકલન કરેલું તેમ જ શાળાના ફ્રેંચ શિક્ષક શ્રી પ્રિયા દેસાઈ પણ બાળકોનો ઉત્સાહ વધારવા કાર્યક્રમમાં જોડાયા હતાં. આમ, ગ્રીન વેલી પોતાના કોન્સેપ્ટ સ્કૂલ બનાવવાના મિશનમાં આગળ વધી રહી છે ત્યારે શાળા સંચાલન મંડળ અને ટ્રસ્ટીગણ શાળા પરિવાર અને વાલીગણને અભિનંદન પાઠવે છે.

અહીં એ નોંધવું જરૂરી છે ‘ગ્રીન વેલી’ કોઈ પણ ફી લીધા વગર દર રવિવારે પોતાના કેમ્પસ પર આ સુંદર કાર્યક્રમ યોજી રહી છે અને અગાઉથી નામ નોંધાવીને ૯ થી ૧૪ વર્ષના કોઈ પણ માધ્યમ કે બોર્ડમાં ભણતા બાળકો (ભાઈઓ અને બહેનો) આમાં જોડાઈ શકે છે. તદુપરાંત, શાળા નિશુલ્ક બસ સેવા પણ ઉપલબ્ધ કરી આપી છે જેથી રવિવારે નક્કી કરેલાં પીક-અપ પરથી બાળકોને લઈને વળી ત્યાં જ ડ્રોપ કરી આપે છે.

- text

મોરબી અપડેટના ન્યુઝ આપના મોબાઈલમાં સરળતાથી વાંચવા અમારી એપ્લિકેશન ઇન્સ્ટોલ કરો અને મેળવતા રહો મોરબી જિલ્લાના તાજા સમાચારો..એપ્લિકેશન ડાઉનલોડ કરવા નીચેની લિંક પર ક્લીક કરો..આભાર

https://play.google.com/store/apps/details?id=com.morbiupdate.news&hl=en

 

- text