મોરબી : પેરોલ જમ્પ કરી નાસતા ફરતા જાલી નોટના આરોપીને ઝડપી પાડતી મોરબી એસઓજી

- text


મોરબી : મોરબી જિલ્લામાં નાસતા ફરતા આરોપીઓ તેમજ પેરોલ પુરી થયા બાદ પણ જેલમાં હાજર ન થયેલા હોય એવા આરોપીઓને ઝડપી પાડવાની જિલ્લા પોલીસ વડા ડૉ. કરણરાજ વાઘેલાની સૂચનાથી તમામ પોલીસ સ્ટાફ તરફથી આ અન્વયે કામગીરી કરવામાં આવી રહી છે ત્યારે પેરોલ જમ્પ કરીને નાસતા ફરતા એક આરોપીને ભુજ ખાતેથી પૂર્વ બાતમીને આધારે મોરબી એસ.ઓ.જીએ ઝડપી પાડ્યો છે.

એસ.ઓ.જીના ઇન્સ. જે.એમ.આલનીસુચના તેમજ માર્ગદર્શન હેઠળ એસ.ઓ.જીના પો.કોન્સ. ફારૂકભાઈ, એ.એસ.આઈ. અનિલભાઈ ભટ્ટ, તથા પો.કોન્સ. નરેન્દ્રસિંહ જાડેજાને ચોક્કસ બાતમી મળી હતી કે 2018ની સાલમાં જાલી નોટ કાંડમાં મોરબી સી.ટી. એ.ડીવી. પોલીસના હાથે ઝડપાયેલો અને જેલ હવાલે થયા બાદ પાછલા છ માસથી ફરાર થઈ ગયેલો આરોપી ગોવિંદ હરજી મહેશ્વરી ઉં.વ. 27, ધંધો ફોટોગ્રાફી, તેના વતનના ગામ ભારાપરા, તા. અબડાસા, જી.કચ્છ, ભુજ ખાતે અવાર નવાર આવન જાવન કરે છે. મળેલી બાતમીની ખરાઈ કરતા ઉપરોક્ત આરોપી સ્થળ ઉપર મળી આવતા CRPCની કલમ 41 (1) i મુજબ અટક કરી મોરબી સીટી એ.ડીવી.ના હવાલે કર્યો હતો.

- text

મોરબી અપડેટના ન્યુઝ આપના મોબાઈલમાં સરળતાથી વાંચવા અમારી એપ્લિકેશન ઇન્સ્ટોલ કરો અને મેળવતા રહો મોરબી જિલ્લાના તાજા સમાચારો..એપ્લિકેશન ડાઉનલોડ કરવા નીચેની લિંક પર ક્લીક કરો..આભાર

https://play.google.com/store/apps/details?id=com.morbiupdate.news&hl=en

- text