મોરબી : દ્દઢ મનોબળથી ધો.10-12ની બોર્ડની પરીક્ષા આપતા 95 દિવ્યાંગો

- text


ચાર દિવ્યાગોએ શારીરિક પંગુતાને હડસેલી મક્કમપણે પરીક્ષા આપી સારા ગુણે પાસ થવાનો વિશ્વાસ વ્યક્ત કર્યો

મોરબી : શરીર માંથી તંદુરસ્ત હોય તેવા સામાન્ય વિધાર્થીઓ પણ બોર્ડની પરીક્ષાનો ભય સતાવતો હોય છે.ત્યારે શારીરિક પગુતા ધરાવતા દિવ્યાંગો બોર્ડની પરીક્ષા કપરા ચઢાણ સમાન બની રહે છે.પરંતુ અડગ આત્મવિશ્વાસ હોય તો બોર્ડની પરીક્ષા આપવા કોઈ તકલીફ પડતી નથી મોરબીના દિવ્યાંગોએ આ બાબતને સિદ્ધ કરી બતાવી છે અને શારીરિક પંગુતાની પરવા કર્યા વગર દઢ મનોબળથી પરીક્ષા આપી રહ્યા છે.

- text

મોરબી જિલ્લામાં હાલ ધો.10-12ની બોર્ડની પરીક્ષા ચાલી રહી છે.જેમાં સામાન્ય વિધાર્થીઓની સાથે ધો.10.12ના કુલ 95 દિવ્યાંગ વિધાર્થીઓ પરીક્ષા આપી રહ્યા છે.જેમાં ધો.10ના 54 અને ધો.12ના 41 દિવ્યાંગ વિધાર્થીઓનો સમાવેશ થાય છે.તેમાંથી ચાર દિવ્યાંગ વિધાર્થીઓ મક્કમ મનોબળથી ધો.10ની પરીક્ષા આપીને ઉજ્જવળ પરિણામ મેળવવાનો નિર્ધાર કર્યો છે.ચાર દિવ્યાંગ વિધાર્થીઓમાં સિદ્ધાર્થ રમેશભાઈ ગડારા વિકલાંગ છે.કિશન જીતેન્દ્ર ઝલરીયાને નાનપણમાં આચકીને કારણે સ્નાયુ ઝકડાય ગયા હતા.અમૃતિયા વિશ્વા રજનીભાઇના નાનપણથી જ હાથ પગ કામ કરતા નથી.તેથી તેની સૌથી વધી ખરાબ હાલત છે.તે ચાલી શકતી ન હોવાથી તેને ઉપાડીને લઈ જવી પડે છે.બેચ ઉપર બેસી ન શતા નીચે જમીન પર બેસીને પરીક્ષા આપે છે.જ્યારે હીનાબેન નટવરભાઈ ભખોડીયા મુક બધિર છે.તેમ છતાં આ ચારેય દિવ્યાગો કુદરતે આપેલી ઉણપને વિસારે પાડી ધો.10ની પરીક્ષામાં સારું પરિણામ મેળવવા તનતોડ મહેનત કરીને હોંશભેર પરીક્ષા આપી નાસીપાસ થઈ જતા અન્ય દિવ્યાંગોને પ્રેરણાબળ પૂરું પાડી રહ્યા છે.

મોરબી અપડેટના ન્યુઝ આપના મોબાઈલમાં સરળતાથી વાંચવા અમારી એપ્લિકેશન ઇન્સ્ટોલ કરો અને મેળવતા રહો મોરબી જિલ્લાના તાજા સમાચારો..એપ્લિકેશન ડાઉનલોડ કરવા નીચેની લિંક પર ક્લીક કરો..આભાર

https://play.google.com/store/apps/details?id=com.morbiupdate.news&hl=en

- text