મોરબીમાં નહેરુ ગેટના સબવે પરના દબાણો હટાવવા તંત્ર કોની લાજ કાઢે છે?

- text


અગાઉ રજુઆતને પગલે દબાણો દૂર કર્યા બાદ જેસે થે જેવી સર્જાતી સ્થિતિ : દબાણોનો કાયમી હલ લાવવાની ફરી રજુઆત

મોરબી : મોરબીની ઐતિહાસિક વિરાસત સમાન નહેરુગેટનું જતન કરવામાં જવાબદાર તંત્ર ઉદાસીન વલણ દાખવી રહ્યું છે.જેના કારણે નહેરુગેટ ચોકમાં જાતજાતના દબાણો ખડકાયા છે અને નહેરુગેટના સબવે પર દબાણો ખડકાઇ જતા લોકોને ભારે મુશ્કેલીનો સામનો કરવો પડે છે.જોકે વારંવાર દબાણો દૂર કર્યા પછી પણ થોડા સમયમાં જેસેથે જેવી હાલત થઈ જતી હોવાથી આ પ્રશ્નનું કાયમી નિરાકરણ લાવવાની રજુઆત કરાઈ છે.

મોરબીના જાગૃત નાગરિક હરસુખલાલ નિમ્બારકે ચીફ ઓફિસરને રજુઆત કરી હતી કે મોરબી શહેરની ઐતિહાસિક વિરાસત એટલે કે જાજરમાન નહેરુગેટ. આ નહેરુગેટ મોરબીની આગવી ઓળખ છે.એટલે જ નહેરુગેટને જોવા દેશ વિદેશના સહેલાણીઓ આવે છે પણ ખાટલે મોટી ખોટ એ છે કે જવાબદાર તંત્ર આ ઐતિહાસિક વિરાસતની જાળવણી કરવામાં નિષ્ફળ નીવડ્યું છે.તેથી નહેરુગેટ ચોકમાં એટલા બધા દબાણો ખડકાયા છે. કે લોકો માટે ત્યાંથી અવરજવરની જગ્યા બહુ જ ઓછી બચી છે.આ વિશાળ નહેરુગેટ ચોકમાં માત્ર એક સાંકડી શેરી જેવી જ લોકો માટે અવરજવરની જગ્યા બચી છે.

- text

જોકે દબાણકારોએ નહેરુગેટના સબવેને પણ બક્ષયો નથી.સબવેમાં દબાણો ખડકાઈ જતા લોકોને અવરજવર કરવામાં ભારે મુશ્કેલી પડી રહી છે.જોકે દબાણો એટલી હદે વધી રહ્યા છે લોકો નહેરુગેટની કલાકૃતિ ઉભા રહીને શાંતિથી નિહાળી શકે તેવી જગ્યા જ રહી નથી.ત્યારે આ દબાણો દૂર કરવામાં તંત્રને કોની લાજ શરમ નડે છે? ક્યાંય હપ્તા સિસ્ટમ તો નડતી નથી ને? તેવો સવાલ ઉઠાવ્યો છે. આ દબાણોની રજૂઆતો થાય ત્યારે તંત્ર કાર્યવાહી કરે છે.પણ બાદમાં ફરી દબાણો ખડકાઇ જતા હોવાથી તેમણે આ પ્રશ્નનો કાયમી નિવેડો લાવવાની માંગ કરી છે.

મોરબી અપડેટના ન્યુઝ આપના મોબાઈલમાં સરળતાથી વાંચવા અમારી એપ્લિકેશન ઇન્સ્ટોલ કરો અને મેળવતા રહો મોરબી જિલ્લાના તાજા સમાચારો..એપ્લિકેશન ડાઉનલોડ કરવા નીચેની લિંક પર ક્લીક કરો..આભાર

https://play.google.com/store/apps/details?id=com.morbiupdate.news&hl=en

- text