રાષ્ટ્રીય શૈક્ષીક મહાસંઘને માન્યતા આપવાના નિર્ણયને મોરબીના હોદેદારોએ આવકાર્યો

- text


રાષ્ટ્રીય શૈક્ષીક મહાસંઘ મોરબી જિલ્લાએ રાજ્ય સરકારનો આભાર માન્યો

મોરબી : ગુજરાત સરકારના શિક્ષણ વિભાગના હુકમ મુજબ સચિવાલય, ગાંધીનગર દ્વારા રાષ્ટ્રીય શૈક્ષિક મહાસંઘ ગુજરાતને મંડળો રચવાની માન્યતા આપવા આપવામાં આવી છે.જે બદલ રાજ્યના મુખ્ય મંત્રી વિજયભાઈ રૂપાણી,નાયબ મુખ્યમંત્રી નિતીન ભાઈ પટેલ,શિક્ષણ મંત્રી ભુપેન્દ્રસિંહ ચુડાસમા,શિક્ષણ રાજ્ય મંત્રી વિભાવરીબેન દવે, શિક્ષણ વિભાગના સચિવ ડો. વિનોદ રાવ,પ્રાથમિક શિક્ષણ નિયામક એમ.આઈ.જોષી,શિક્ષણ વિભાગ તથા પ્રાથમિક નિયામક કચેરી સર્વેનો ગુજરાત ના સૌ શિક્ષકો વતી  રાષ્ટ્રીય શૈક્ષિક મહાસંઘ ગુજરાત રાજ્યએ રાજ્ય સરકાર નો હૃદયપૂર્વક આભાર માન્યો હતો.

- text

આ તકે આભાર દર્શન કાર્યક્રમમાં  રાષ્ટ્રીય શૈક્ષિક મહાસંઘ ગુજરાત રાજ્યના અધ્યક્ષ ઘનશ્યામભાઈ પટેલ,મહામંત્રી રતુભાઈ ગોળ,ઉપાધ્યક્ષ ભીખાભાઇ પટેલ,કુબેરભાઈ ચૌધરી, સહિતના હોદેદારો જોડાયા હતા. રાષ્ટ્રીય શૈક્ષિક મહાસંઘ ગુજરાત રાજ્યને માન્યતા આપવાના ગુજરાત સરકાર ના આ નિર્ણય ને રાષ્ટ્રીય શૈક્ષિક મહાસંઘ મોરબી જીલ્લોએ આવકારી અધ્યક્ષ હિતેન્દ્રભાઈ ગોપાણી અને મહામંત્રી જયેશભાઈ જેઠલોજાએ રાજ્ય સરકારનો આભાર માન્યો હતો.

મોરબી અપડેટના ન્યુઝ આપના મોબાઈલમાં સરળતાથી વાંચવા અમારી એપ્લિકેશન ઇન્સ્ટોલ કરો અને મેળવતા રહો મોરબી જિલ્લાના તાજા સમાચારો..એપ્લિકેશન ડાઉનલોડ કરવા નીચેની લિંક પર ક્લીક કરો..આભાર

https://play.google.com/store/apps/details?id=com.morbiupdate.news&hl=en

 

- text