ડ્રોન બનાવતા શીખવું છે કે, રોબોટ ! મોરબી, ટંકારાના બાળકો માટે સોનેરી મોકો

- text


ગ્રીનવેલી ઇન્ટરનેશનલ સ્કૂલ સન્ડે રિટ્રીટ અને સમરકેમ્પમાં તમામ બાળકોને વિનામૂલ્યે સાયન્સ – એન્જીનીયરીંગમાં પાવરફુલ બનાવશે

મોરબી : મોરબીની ગ્રીનવેલી ઇન્ટરનેશનલ સ્કૂલ દ્વારા આગામી ૧૭, ૨૪ અને ૩૧ માર્ચના રોજ મોરબી અને ટંકારાની કોઈપણ સ્કૂલમાં અભ્યાસ કરતા બાળકો માટે તદ્દન વિનામૂલ્યે સન્ડે રિટ્રીટનું આયોજન કર્યું છે જેમાં બાળકોને વિનામૂલ્યે તેળવા – મુકવાની સુવિધાથી લઈ પૌષ્ટિક નાસ્તો અને મટિરિયલ્સ પણ સ્કૂલ દ્વારા પૂરું પાડી સામાજિક જવાબદારી નિભાવશે. ઉપરાંત બે બેચમાં સમર કેમ્પનું પણ આયોજન કરવામાં આવ્યુ છે.

ગ્રીન વેલી ઇન્ટરનેશનલ સ્કૂલના સંચાલકોના જણાવ્યા મુજબ મોરબી માટે સ્કૂલ દ્વારા પોતાની સામાજિક જવાબદારીઓને સમજીને મોરબી, ટંકારાના તમામ બાળકો માટે વિનામુલ્ય સર્જનાત્મક પ્રવૃતિઓનો ખજાનો લઈને આવી છે. જેમાં બાળકોની વૈજ્ઞાનીક તથા સર્જનાત્મકવૃતિ ખીલવતી પ્રવૃતિ એટલે સન્ડે સાયન્સ રીટ્રીટ (એસ એસ આર)નું આયોજન કર્યું છે,

સન્ડે સાયન્સ રીટ્રીટ શું છે? તે અંગે સમજ આપતા ગ્રીનવેલી સ્કૂલના પ્રિન્સિપાલ કહે છે કે, દર રવિવારે ૨૦ બાળકો અને ગ્રીનવેલીના વિજ્ઞાન શિક્ષકો ગ્રીનવેલીમાં મળીને વિજ્ઞાનના મોડેલ્સ બનાવશે. આ મોડેલ્સ દ્વારા બાળકો વિજ્ઞાનના પાયાના સિદ્ધાંતો જેવા કે સૌર ઊર્જા, ચુંબકશક્તિ, ઈલેક્ટ્રીસીટી, રોબોટીક્સ, એન્જિનિયરિંગ, પવન અને જલ ઊર્જા વગેરે વિષે પ્રેક્ટિકલ તથા થીયરી શીખશે અને વર્કશોપ પછી દરેક બાળક પોતે બનાવેલો પ્રોજેક્ટ પોતાના ઘેર લઈ જઈ શકે છે અને તમામ સુવિધા તદ્દન વિનામૂલ્યે છે અને ફી સ્વરૂપે માત્ર બાળકોનો ઉત્સાહુ અને બહુ બધાં પ્રશ્નો ઇચ્છવામાં આવ્યા છે.

વધુમાં આગામી તા. ૧૭, ૨૪ અને ૩૧ માર્ચના રોજ યોજાનાર સન્ડે રિટ્રીટમાં આવતા તમામ બાળકો માટે લેવા-મૂકવા માટેની બસની સુવિધા ઉપલબ્ધ બનાવી બાળકો માટે પૌષ્ટિક નાસ્તો અને પ્રયોગ માટેના તમામ સાધનો તથા સામગ્રી સ્કૂલ દ્વારા પુરી પાડવામાં આવશે અને બોનસરૂપે દરેક બાળકને આ સમગ્ર પ્રવૃત્તિ ના ફોટો તથા વિડીયો પણ મળશે.

- text

સન્ડે સાયન્સ રિટ્રીટમાં ૦૭ થી ૧૪ વર્ષના કોઈપણ બાળકો રજીસ્ટ્રેશન કરીને ભાગ લઇ શકે છે. રજીસ્ટ્રેશન પ્રક્રિયા ગ્રીન વેલી ઇન્ટરનેશનલ સ્કૂલની મોરબી સિટિ ઓફિસ, ૧૪૩ કોહિનુર કોપ્લેક્ષ રવાપર ચોકડી, મોરબી પરથી પાસ મેળવી લેવો અનિવાર્ય છે. ઉલ્લેખનીય છે કે આ પ્રવૃતિમાં ભાગ લેવા માટે ગ્રીન વેલીમાં એડમીશન લેવું ફરજીયાત નથી

આ ઉપરાંત ગ્રીન વેલી ઇન્ટરનેશનલ સ્કૂલ મોરબી દ્વારા સમર કેમ્પનું પણ આયોજન કરાયું છે જેની પ્રથમ બેચ 19 એપ્રિલથી 22 એપ્રિલ અને બીજી બેચ ૧૦ મે થી ૧૪ મે દરમિયાન યોજાશે જેમાં પણ કોઈપણ શાળાના બાળકો ભાગ લઈ શકે છે.

સમર કેમ્પ અંગે ગ્રીનવેલી ઇન્ટરનેશનલ સ્કૂલના સંચાલકો જણાવે છે કે, દરેક બાળકને શાળાના અભ્યાસક્રમની બહાર આનંદ દ્વારા શીખવાનો અવસર મળવો જોઈએ જેથી બાળકો જીવનભર એ યાદોને વાગોળ્યા કરી શકે. આવી આનંદમયી કેળવણી માટે વેકેશનમાં ગ્રીન વેલી ઇન્ટરનેશનલ સ્કૂલ દ્વારા એક ત્રણ-દિવસીય સમર કેમ્પનું આયોજન કરવામાં આવ્યું છે જેમાં ડ્રોન મેકિંગ,
ડાન્સ, ડ્રામા એન્ડ મ્યુઝિક,માર્શલ આર્ટ એન્ડ એરોબીક્સ, પેઈન્ટીંગ, આર્ટ એન્ડ ક્રાફટ, ઇનડોર એન્ડ આઉટડોર ગેમ્સ જેવી પ્રવૃતિઓ શીખવવામાં આવશે.

સમર કેમ્પમાં પણ બાળકોને લેવા-મૂકવા માટેની બસ, લંચ અને બે ટાઈમ પૌષ્ટિક નાસ્તો તેમજ દરેક પ્રવૃતિઓના એક્સપર્ટ દ્વારા તાલીમ ફોટોગ્રાફી અને વિડીયોગ્રાફી સાથે પ્રોજેક્ટ મટીરીયલ્સ પણ પૂરું પડાશે.

આપને યાદ અપાવી દઈએ કે ગ્રીનવેલી ઇન્ટરનેશનલ સ્કૂલ આયોજિત સન્ડે રિટ્રીટ અને સમરકેમ્પ માટે રજીસ્ટ્રેશન ફરજિયાત છે, રજીસ્ટ્રેશન માટે ગ્રીનવેલી ઇન્ટરનેશનલ સ્કૂલ મોરબી સિટિ ઓફિસ, ૧૪૩ કોહિનૂર કોમ્પ્લેક્ષ, રવાપર ચોકડી, મોરબી પરથી પાસ મેળવી લેવા અંતમાં અનુરોધ કરાયો છે. વિશેષ માહિતી માટે રૂબરૂ અથવા ૯૮૨૫૧ ૯૮૨૧૧ ઉપર આજે જ ફોન કરવા જણાવાયું છે.

મોરબી અપડેટના ન્યુઝ આપના મોબાઈલમાં સરળતાથી વાંચવા અમારી એપ્લિકેશન ઇન્સ્ટોલ કરો અને મેળવતા રહો મોરબી જિલ્લાના તાજા સમાચારો..એપ્લિકેશન ડાઉનલોડ કરવા નીચેની લિંક પર ક્લીક કરો..આભાર

https://play.google.com/store/apps/details?id=com.morbiupdate.news&hl=en

- text