મોરબી : પિયરે આટો દેવા આવેલી પરણીતા પુત્ર સાથે ગુમ

- text


મોરબી : મોરબીમાં પિતાના ઘરે આટો દેવા આવેલી પરિણીતા તેના પુત્ર સાથે ગુમ થયાની મોરબી સીટી બી ડિવિઝનમાં ગુમસુદા નોંધાતા પોલીસે બન્નેની શોધખોળ હાથ ધરી છે.

આ બનાવની મોરબી સીટી બી ડિવિઝન પોલીસ મથકેથી મળતી વિગતો અનુસાર હળવદના ચરાડવા ગામે રહેતી ક્રિષ્નાબેન અશ્વિનભાઈ હડિયલ નામની પરણીતા તેના પાંચ વર્ષના પુત્ર યુવરાજ સાથે મોરબીના વાબડી રોડ પર આવેલા શ્રદ્ધાપાર્કમાં રહેતા તેના પિતાના ઘરે આંટો દેવા આવી હતી.દરમ્યાન આ પરિણીતા તેના પુત્ર સાથે ગતતા.7 ના રોજ પિયરમાં કોઈને કહ્યા વગર નીકળી ગઈ હતી.બાદમાં સમયસર પરત ન ફરતા તેના પિયરજનોએ ઘરમેળે શોધખોળ કરી હતી.પરંતુ તેણીનો કોઈ પતો ન લાગતા અંતે તેના પિતા દેવજીભાઈ કાનજીભાઈ ચૌહાણે પોતાની પુત્રી અને ભાણેજની મોરબી સીટી બી ડિવિઝનમાં ગુમસુદા નોંધાવતા પોલીસે તપાસ હાથ ધરી છે.

- text

મોરબી અપડેટના ન્યુઝ આપના મોબાઈલમાં સરળતાથી વાંચવા અમારી એપ્લિકેશન ઇન્સ્ટોલ કરો અને મેળવતા રહો મોરબી જિલ્લાના તાજા સમાચારો..એપ્લિકેશન ડાઉનલોડ કરવા નીચેની લિંક પર ક્લીક કરો..આભાર

https://play.google.com/store/apps/details?id=com.morbiupdate.news&hl=en

 

- text