મોરબીમાં બે સ્થળે વરલીનો જુગાર રમતા 5 ઝડપાયા

- text


જેતપર રોડ પર બાઇકમાં દર્શી દારૂની ડિલિવરી કરવા જતો શખ્સ ઝડપાયો

મોરબી : મોરબી એલસીબી ટીમે ગતરાતે વાવડી રોડ પરના બે સ્થળે વરલીના જુગારની રેડ કરીને પાંચ શખ્સોને વરલીનો જુગાર રમતા ઝડપી લીધા હતા.તેમજ જેતપર રોડ ઉપર બાઇકમાં દર્શી દારૂની ડેલવેરી કરવા જતાં શખ્સને ઝડપી લીધો હતો.

મોરબી એલસીબી સ્ટાફ દારૂ જુગારની બદીને નાબૂદ કરવા ગતરાતે નાઈટ પેટ્રોલીગ કરી રહ્યો હતો.તે સમયે મળેલી બાતમીના આધારે પોલીસે વાવડી રોડ ઉપર આવેલ મીરા પાર્કમાં જાહેરમાં વરલીના આકડાનો જુગાર રમતા ભરત ટપુ સ સવસાણી, નવનીત ચતુર ચારોલા, અલી હાસમ કાસમાંણીને રૂ.12250ના મુદામાલ સાથે ઝડપી લીધા હતા.તેમજ અરોપી સતિષ લુહાણાનું નામ ખુલતા તેની સામે ગુનો નોંધી તપાસ હાથ ધરી છે.જ્યારે નાની વાવડી ગામે આવેલ ભગવતીપાર્કમાં વરલીનો જુગાર રમતા ગોરધન ગોવિદભાઈ કૈલા અને પ્રવિણ લક્ષમણભાઈ પડસુબિયાને કુલ રૂ.30500ના મુદામાલ સાથે ઝડપી લીધા હતા.તે ઉપરાંત મોરબીના જેતપર રોડ ઉપર બેલા ગામ નજીક બાઇકમાં દેશી દારૂના બાચકા ભરી આરોપી વિજયને દારૂ આપવા નીકળેલા હળવદના સુંદરગઢ ગામના રમેશ ગોરધન ચરમારીને દેશી દારૂ બાઇક સહિત કુલ રૂ.12800ના મુદામાલ સાથે ઝડપીને ધોરણસરની કાર્યવાહી હાથ ધરી છે.

- text

મોરબી અપડેટના ન્યુઝ આપના મોબાઈલમાં સરળતાથી વાંચવા અમારી એપ્લિકેશન ઇન્સ્ટોલ કરો અને મેળવતા રહો મોરબી જિલ્લાના તાજા સમાચારો..એપ્લિકેશન ડાઉનલોડ કરવા નીચેની લિંક પર ક્લીક કરો..આભાર

https://play.google.com/store/apps/details?id=com.morbiupdate.news&hl=en

- text