હળવદના શિરોઈ ગામે જુગાર રમતા પાંચ ઝડપાયા

- text


પોલીસ દ્વારા રૂ.ર૭,૦૦૦ના મુદ્‌ામાલ સાથે પાંચેય જુગારીઓ વિરૂધ્ધ ગુનો નોંધી ધોરણસરની કાર્યવાહી હાથ ધરાઈ

હળવદના શિરોઈ ગામે આવેલ વાડી વિસ્તારમાં જુગારધામ ચાલતું હોવાની ચોક્કસ બાતમીના આધારે હળવદ પોલીસ દરોડા પાડતા પાંચ જુગારીઓને પત્તા ટીંચતા રંગે હાથ ઝડપી લીધા હતા. પોલીસ દ્વારા રૂ.ર૭૪૧૦ના મુદ્‌ામાલ સાથે પાંચેય જુગારીઓ વિરૂધ્ધ ધોરણસરની કાર્યવાહી ધરી છે.
બનાવની હળવદ પોલીસ મથકેથી જાણવા મળતી વિગતો મુજબ પંથકમાં જુગારીઓ પોલીસથી બચવા અવનવા કિમીયા અજમાવતા હોય છે ત્યારે હળવદ તાલુકાના શિરોઈ ગામે આવેલ સીમ વિસ્તારમાં મુકેશભાઈ લોલાડીયાની વાડીમાં પાછલા થોડા સમયથી જુગારીઓને બોલાવી જુગાર રમાડી નાલ ઉઘરાવામાં આવતી હોવાની પોલીસને ચોક્કસ બાતમી મળી હતી જેના આધારે હળવદ પી.આઈ. એમ.આર.સોલંકીના માર્ગદર્શન હેઠળ વિજયભાઈ છાસીયા, યોગેશદાન ગઢવી, બિપીનભાઈ પરમાર, મનહરભાઈ, કિરીટભાઈ, શકિતસિંહ સહિતનાઓએ મુકેશભાઈની વાડીએ દરોડો પાડતા પત્તા ટીંચતા પતાપ્રેમીઓના હોંશ ઉડીયા ગયા હતા. પોલીસ દ્વારા રૂ.ર૭૪૧૦ની રોકડ સાથે આરોપી મુકેશભાઈ લોલાડીયા, ધનજીભાઈ ઉડેચા, બેચરભાઈ ખીમાણીયા, ઈકબાલભાઈ મોવર, કાદરભાઈ દેરીયા સહિત પાંચ આરોપીઓને ઝડપી લીધા હતા. ઝડપાયેલા પાંચેય આરોપીઓને પોલીસ મથકે લાવી જુગારધારા એકટ મુજબ ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે.

- text

મોરબી અપડેટના ન્યુઝ આપના મોબાઈલમાં સરળતાથી વાંચવા અમારી એપ્લિકેશન ઇન્સ્ટોલ કરો અને મેળવતા રહો મોરબી જિલ્લાના તાજા સમાચારો..એપ્લિકેશન ડાઉનલોડ કરવા નીચેની લિંક પર ક્લીક કરો..આભાર

https://play.google.com/store/apps/details?id=com.morbiupdate.news&hl=en

 

 

- text