મોરબી : આત્રેય ગર્ભ સંસ્કરણ કેન્દ્ર દ્વારા નિઃશુલ્ક કાર્ય શાળા યોજાશે

- text


મોરબી : બાળકોના જન્મ સમયને નિશ્ચિત કરવા માટે ઘણા દંપતીઓ નોર્મલના બદલે સિઝેરિયન ઓપરેશન દ્વારા બાળકને જન્મ અપાવવાનું ચલણ વધતું ચાલ્યું છે ત્યારે મોરબીમાં આત્રેય ગર્ભ સંસ્કરણ કેન્દ્ર દ્વારા શાસ્ત્રોક્ત પદ્ધતિથી નવજાતના જન્મને નિશ્ચિત કરવા સાથે સગર્ભાવસ્થા દરમ્યાન ઉદરમાં રહેલા બાળકને જન્મપૂર્વે જ સાત્વિક સંસ્કાર મળે તેવી કાર્યશાળાનું નિઃશુલ્ક આયોજન કરવામાં આવી રહ્યું છે. જેને બહોળો પ્રતિસાદ મળી રહ્યો છે.

પરિવાર, સમાજ તેમજ રાષ્ટ્રના ઉત્થાન માટે બાળકોને યોગ્ય સંસ્કાર આપવા એ ભારતીય સંસ્કૃતિની પરંપરા રહી છે. આ માટે મોરબીની આ સંસ્થા પ્રયત્નશીલ છે. ગર્ભ સંસ્કરણ કાર્યશાળામાં ભાગ લેવા માટે દંપતીએ અગાઉથી રજીસ્ટ્રેશન કરાવવું જરૂરી છે.

આ માટેની કાર્યશાળા ફાગણ સુદ પાંચમ, તા. ૧૧/૩/૨૦૧૯ સાંજે ૪ થી ૫:૩૦ દરમ્યાન કલરવ હોસ્પિટલ ઉપર, મહેશ હૉલની બાજુમાં, સનાળા રોડ મોરબી ખાતે યોજાનાર છે. આ કાર્યશાળામાં અગાઉથી રજીસ્ટ્રેશન થયેલા દંપતિઓ જ ભાગ લઈ શકશે. આથી વહેલા તે પહેલાના ધોરણે વોટ્સએપ નંબર ૯૮૨૫૬૨૧૨૧૪ ઉપર નોંધણી કરાવવી. જેમાં પતિ-પત્નીના નામ સહિતની વિગતો દર્શાવીને નામ નોંધાવવા માટે એક યાદીમાં જણાવાયું છે.

- text

મોરબી અપડેટના ન્યુઝ આપના મોબાઈલમાં સરળતાથી વાંચવા અમારી એપ્લિકેશન ઇન્સ્ટોલ કરો અને મેળવતા રહો મોરબી જિલ્લાના તાજા સમાચારો..એપ્લિકેશન ડાઉનલોડ કરવા નીચેની લિંક પર ક્લીક કરો..આભાર

https://play.google.com/store/apps/details?id=com.morbiupdate.news&hl=en

- text