મોરબીમાં પાંચમીએ હોમગાર્ડના જવાનોની ભરતી

- text


મોરબી : મોરબીમાં હોમગાર્ડમાં જવાનોની આગામી તા.૫મી માર્ચે ભરતીનું આયોજન કરવામાં આવ્યું છે.જેમાં મોરબીના શારીરીક રીતે સક્ષમ ઉમદેવરોને ભાગ લેવાની અપીલ કરાઈ છે.

હોમગાર્ડ્ઝ યુનિટ મોરબી શહેર દ્વારા આગામી તા.૫ના રોજ સવારે ૭ થી ૮ દરમ્યાન જેલરોડ પર આવેલા પોલીસ પરેડ ગ્રાઉન્ડ ખાતે હોમગાર્ડ્ઝમાં જવાનોની ભરતી કરવાનું આયોજન કરવામાં આવ્યું છે.આ ભરતીમાં ભાગ લેવા ઇચ્છતા મોરબીમાં જ રહેતા ઉમેદવારોએ શૈક્ષણિક લાયકાત , શાળા છોડ્યાનું પ્રમાણપત્ર, ચૂંટણીકાર્ડ,આધાર કાર્ડ,રહેઠાણનો પુરાવો સહિતની જરૂરી વિગતો સાથે હાજર રહેવા મોરબી શહેર યુનિટ હોમગાર્ડ્ઝના ઓફિસર વી.આર. પરમારે અનુરોધ કર્યો છે.

- text

મોરબી અપડેટના ન્યુઝ આપના મોબાઈલમાં સરળતાથી વાંચવા અમારી એપ્લિકેશન ઇન્સ્ટોલ કરો અને મેળવતા રહો મોરબી જિલ્લાના તાજા સમાચારો..એપ્લિકેશન ડાઉનલોડ કરવા નીચેની લિંક પર ક્લીક કરો..આભાર

https://play.google.com/store/apps/details?id=com.morbiupdate.news&hl=en

 

- text