વાંકાનેર : સગીરાને ધમકી આપીને ભગાડી ગયાની ફરિયાદ

- text


વકાનેર : વાંકાનેર તાલુકા ઠીકરીયાળી ગામે રહેતી સગીરાને જાનથી મારી ધમકી આપીને શખ્સ ભગાડી ગયો હોવાનો બનાવ સામે આવ્યો છે.

- text

આ બાબતે સગીરાના પિતાએ વાંકાનેર તાલુકા પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવી હતી કે, આરોપી ડેનિશ ઉર્ફે દિનેશભાઇ મનોજભાઈ નકુમ નામનો શખ્સ તેમની સગીરવયની પુત્રીને ટોર્ચર કરી જાનથી મારી નાખવાની ધમકી આપીને લગ્ન કરવાની લાલચ આપીને ભગાડી ગયો છે. વાંકાનેર તાલુકા પોલીસે આ બનાવની ફરિયાદ નોંધીને સગીરાની ભાળ મેળવવા તેમજ આરોપીને ઝડપી લેવા તપાસ હાથ ધરી છે.

- text