મોરબીમાં દારૂ ઢીંચેલી હાલતમાં ૧૪ શખ્સો પકડાયા

- text


મોરબી : મોરબી શહેર તેમજ તાલુકાની હદમા આવતા વિસ્તારમાં દારૂ પીધેલી હાલતમાં બહાર ફરતા ૧૪ શખ્સોને પોલીસે પકડી પાડ્યા હતા. પોલીસે પીધેલી હાલતમાં પકડયા બાદ આ શખ્સો સામે ધોરણસરની કાર્યવાહી પણ હાથ ધરી હતી.

- text

મોરબી પોલીસે ગઈકાલે પીધેલી હાલતમાં ૧૪ શખ્સોને પકડી પાડ્યા હતા. જેમાં વજેપરના ઝાપા પાસેથી સુનીલભાઇ લાભુભાઇ ધામેચા, લાયન્સનગરમાંથી હાર્દિકભાઇ જીતેન્દ્રભાઇ કૈલા, પોપટભાઇ કેશવભાઇ દાશા, વીશીપરામાંથી પ્રેમજીભાઇ ડોસાભાઇ ચાવડા, માળીયા ફાટક પાસેથી કેતનભાઇ મનસુખભાઇ માંગલીયા, જેતપર રોડ પરથી દયારામભાઈ હરીલાલભાઈ હમીરપરા, લગધીરપુર રોડ પરથી અલ્તાફ સુમારભાઇ કૈડા, વિજય સોમાભાઇ સનોડા, જાંબુડીયા ઓવરબ્રીજ નજીકથી નાનુભાઇ સનાભાઇ નાકિયા, જયંતીભાઇ ભીમજીભાઇ અદગામા, મકનસર ગામ પાસેથી દિનેશભાઇ પોલાભાઇ દેલવાડીયા, લાલપર ગામેથી અશ્વીન બળદેવભાઇ ધામેલ, જુના ઘુટુ રોડ પરથી વેરશીભાઇ વાલજીભાઇ ખાભડીયા તેમજ જાંબુડીયા ગામથી ભીમાભાઇ કન્હુભાઇ બાસકેને પકડી પાડી કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી.

- text