મોરબીમા રેવન્યુ પ્રેકટીશ કરતા વકીલોની હડતાલ સમેટાઈ

- text


 

બન્ને સબ રજીસ્ટ્રારોએ પ્રાથમિક સુવિધાઓ ઉપ્લબ્ધ કરવાની લેખિત ખાત્રી આપતા હડતાલનો સુખદ અંત

મોરબી : મોરબીની સબ રજીસ્ટ્રાર કચેરીમાં પ્રાથમિક સુવિધાઓ પુરી પાડવાની માંગ સાથે રેવન્યુ પ્રેક્ટિશ કરતા વકીલો હડતાલ પર ઉતર્યા હતા. ત્યારે કચેરીના બન્ને સબ રજીસ્ટ્રારોએ તમામ વ્યવસ્થા ઉપલબ્ધ કરાવવાની લેખિત ખાત્રી આપતા આ હડતાલનો સુખદ અંત આવ્યો છે.

મોરબીની સબ રજિસ્ટ્રાર કચેરીમાં કોમ્પ્યુટર સિસ્ટમની ઘટ, ઓપરેટરોની ઓછી સંખ્યા, ઓપરેટરોની અનિયમિત હાજરી સહિતના મુદ્દે પડતી હાલાકી દૂર કરવાની માંગ સાથે રેવન્યુ પ્રેક્ટિશ કરતા વકીલોએ હડતાલનું એલાન આપ્યું હતું. હડતાલના પગલે ત્રણ દિવસ સુધી રેવન્યુ પ્રેક્ટિશ કરતા વકીલો પોતાની કામગીરીથી અળગા રહ્યા હતા.જો કે આજ રોજ બન્ને સબ રજીસ્ટ્રારોએ કચેરીમાં પ્રાથમિક સુવિધાઓ ઉપ્લબ્ધ કરવા માટે લેખિત ખાત્રી આપતા રેવન્યુ પ્રેક્ટિશનર એસોસિએશને હડતાલ સમેટી લીધી છે.

- text

નોંધનીય છે કે મોરબીની સબ રજીસ્ટ્રાર કચેરીને આ સુવિધા પૂરી પાડવા માટે ટી. એમ. સિસ્ટમ પ્રા. લી.ને કોન્ટ્રાકટ આપવામાં આવ્યો હતો. સબ રજીસ્ટ્રારોએ આ કોન્ટ્રાકટ પૂરો કરીને નવો કોન્ટ્રાકટ અન્ય કંપનીને આપીને બે માસમાં આ સુવિધાઓ ઉપલબ્ધ કરાવવાની ખાત્રી આપી છે. આ ખાત્રી અપાતા હડતાલ પર ઉતરેલા રેવન્યુ પ્રેક્ટિશ કરતા વકીલોએ હડતાલ સમેટી લીધી છે.

- text