મોરબી : વીજ બિલ માફી યોજનાની મુદત ૩૧ મે સુધી લંબાવાઈ

- text


મોરબી : કાયમી ધોરણે બંધ થયેલા વીજ જોડાણવાળા ગ્રાહકો-બિન ગ્રાહકોના બાકી લેણાની વસુલાત માટેની વન ટાઈમ સેટલમેન્ટથી (એક વખતની માફી યોજના)ની સરકારે ગુજરાત વિધાનસભાની જસદણ બેઠકની પેટાચૂંટણી વખતે જાહેરાત કર્યા બાદ તેની અમલવારી બરાબર ન થતાં હવે આ યોજનાની મુદતમાં વધારો કરવામાં આવ્યો છે અને તા.31 મે-2019 સુધીમાં જે વીજ ગ્રાહકો રૂા.500 ભરે તેમના વીજ કનેકશનો નવેસરથી ચાલુ કરવાનો નિર્ણય ગુજરાત સરકારના ઉર્જા અને પેટ્રો કેમિકલ વિભાગ દ્વારા લેવાયો છે.

સરકારે કરેલી જાહેરાત મુજબ આ માફી યોજનાનો લાભ તા.31-1-2019ની સ્થિતિએ કાયમી ધોરણે કપાયેલા વીજ ગ્રાહકોને મળશે. રૂા.500ની રકમ ભરપાઈ કરશે તો વીજ બિલની બાકીની રકમ તેમજ તેના વ્યાજની રકમ ભરપાઈ કરવામાંથી મુિક્ત મળશે અને હાલના નિયમ મુજબ નવુ વીજ જોડાણ આપવામાં આવશે. અગાઉ જે વીજ ગ્રાહકોએ એમ્નેસ્ટી યોજના 2017માં એક-બે કે ત્રણ હપ્તામાં વીજબિલની રકમ ભરપાઈ કરી હશે તેમને ભરેલી રકમ પરત મળશે નહી અને તેમણે રૂા.500 ભરી નવું જોડાણ મેળવવાનું રહેશે. આ યોજનાનો લાભ લેવા માટે ગ્રાહકોએ નજીકની પેટા વીભાગીય કચેરીનો સંપર્ક કરવા જણાવાયું છે.

- text

મોરબી અપડેટના ન્યુઝ આપના મોબાઈલમાં સરળતાથી વાંચવા અમારી એપ્લિકેશન ઇન્સ્ટોલ કરો અને મેળવતા રહો મોરબી જિલ્લાના તાજા સમાચારો..એપ્લિકેશન ડાઉનલોડ કરવા નીચેની લિંક પર ક્લીક કરો..આભાર

https://play.google.com/store/apps/details?id=com.morbiupdate.news&hl=en

 

- text