મોરબીની નીલકંઠ વિદ્યાલયે યુવા મહોત્સવમાં શહીદોની થીમ પર ડાન્સ અને નાટક રજૂ કર્યા

- text


મોરબી : ગાંધીનગર ખાતે આયોજિત યુવા મહોત્સવમા મોરબીની નીલકંઠ સ્કૂલના વિદ્યાર્થીઓએ શહીદોની યાદમાં નાટક અને ડાન્સ રજૂ કર્યા હતા. વિદ્યાર્થીઓની આ પ્રસ્તુતિ દર્શકોએ મન ભરીને માણી હતી.

ગાંધીનગર મુકામે યોજાયેલ યુવા મહોત્સવમાં મોરબી જિલ્લાની એક માત્ર સ્કૂલ નીલકંઠ વિદ્યાલય – રવાપર રોડ, મોરબીના વિદ્યાર્થીઓ દ્વારા પુલવામાં થયેલ હુમલામાં શહીદ થનાર જવાનોની થીમ ઉપર નાટક અને ડાન્સ રજૂ કરીને ઓડિયન્સને મંત્રમુગ્ધ કરી દીધા હતા. નીલકંઠ સ્કૂલ અને ફિટ કિલ ડાન્સ એકેડેમીના સહિયારા પ્રયાસ થકી યુવા મહોત્સવનાં સેમી ફાઇનલ રાઉન્ડમાં જોરદાર દેખાવ કરી નીલકંઠ સ્કૂલના બાળકોએ સમગ્ર મોરબી જિલ્લાનું ગૌરવ વધાર્યું છે.

- text

મોરબી અપડેટના ન્યુઝ આપના મોબાઈલમાં સરળતાથી વાંચવા અમારી એપ્લિકેશન ઇન્સ્ટોલ કરો અને મેળવતા રહો મોરબી જિલ્લાના તાજા સમાચારો..એપ્લિકેશન ડાઉનલોડ કરવા નીચેની લિંક પર ક્લીક કરો..આભાર

https://play.google.com/store/apps/details?id=com.morbiupdate.news&hl=en

- text