ટંકારા : લજાઈના ભીમનાથ નજીક કેમિકલ ભરેલુ ટેન્કર ખેડુતોઅે ઝડપી લીધું

- text


રાત્રે નાસી છૂટ્યા બાદ વહેલી સવારે ડ્રાઈવર અને ક્લીનર ટેન્કર હંકારી ગયા

ટંકારા : ટંકારના લજાઈ ગામના ભીમનાથ નજીક ડેમ વિસ્તારના ભાગે ગતરાત્રીના સમયે કેમિકલ ભરેલા ટેન્કર ઠલવાય તે પહેલાજ ખેડૂતોએઝડપી લીધુ હતુ.જોકે આ બનાવના કઈ ફેકટરીમાથી એ ટેન્કર કેમિકલ ભરીને ઠલાવવા આવ્યું તે સહિતની બાબતો પોલીસ તપાસનો વિષય બની છે.

ટંકારા તાલુકાના લજાઈના ભીમનાથ નજીક રાત્રીના સમયે ડેમ વિસ્તારના ભાગે વેસ્ટ કેમિકલ ભરેલું ટેન્કર નં. GJ 01 CY 0821 ઠલવાય તે પહેલાજ ગામલોકોએ ઝડપી લીધું હતો.જોકે ડ્રાઈવર અને ક્લીનર નાસી છૂટ્યા હતા. આ કેમિકલ ભરેલું ટેન્કર ડેમની સાઈડમા ઠલાવવા આવતું હોવાનું જોઈને આજુબાજુના વાડીના ખેડુતોને જાણ થતા ટેન્કરનો પીછો કરતા ટેન્કર ચાલક ભીમનાથ નજીક ડેમ વિસ્તારમાં ટેન્કર રેઢું મુકી ફરાર થઈ ગયો હતો..આ અગાઉ પણ બે ત્રણ વાર કેમિકલ ઠાલવી ગયા હતા. ટેન્કરમાં ભરેલ સફેદ પ્રકારનું કેમિકલ ફળદ્રુપ જમીનને નુકશાન કરતા હોવાથી પાકને નુકશાનીનો ભય સતાવી રહ્યો છે અને પશુપક્ષીઅો માટે તેમજ પર્યાવરણને પણ નુકશાનકર્તા સાબિત થઈ શકે છે. આ કેમિકલ પાણીમા ભળવાથી કદાચ પશુપક્ષીઅો માટે જીવલેણ સાબિત થઈ શકે તેમ છે.જોકે ગતરાત્રે આ ટેન્કર ઝડપી લીધી બાદ કોઈએ પોલીસને જાણ કરી ન હતી.આપથી રાત્રીના ત્યાંજ રેઢું પડેલા ટેન્કરને વહેલી સવારે ડ્રાઈવર અને ક્લીનર લઈને હકારી ગયા હોવાનું જાણવા મળે છે.ત્યારે આ બનાવમાં પોલિસ ટેન્કર નંબરના આધારે તપાસ કરે તો સત્ય બહાર આવી શકે તેમ છે.

- text

મોરબી અપડેટના ન્યુઝ આપના મોબાઈલમાં સરળતાથી વાંચવા અમારી એપ્લિકેશન ઇન્સ્ટોલ કરો અને મેળવતા રહો મોરબી જિલ્લાના તાજા સમાચારો..એપ્લિકેશન ડાઉનલોડ કરવા નીચેની લિંક પર ક્લીક કરો..આભાર

https://play.google.com/store/apps/details?id=com.morbiupdate.news&hl=en

- text