મોરબીમાં બે ડોકટર યુગલના આજે લગ્નમાં શહીદોને શ્રદ્ધાંજલી અપાશે

- text


બે મીનિટ મૌન પાળી શહીદોને શ્રદ્ધાંજલી આપ્યા બાદ જ અધારા અને વડસોલા પરિવારના સંતાનોની લગ્નવિધિ શરૂ કરાશે : શહીદોના પરિવારોને રૂ.22 હજારનું અનુદાન આપીને લગ્નસ્થળે ફાળો એકત્ર કરશે

મોરબી : મોરબીના અધારા અને વડસોલા પરિવારના સંતાનો ડો.ચિરાગ અને ડો.નિધિ તેમજ ડો.તરુણ અને ડો.પ્રેક્ષાના આજે લગ્નપ્રસગે પુલવાના શહીદોને અનોખી વીરાંજલી અપાશે.જેમાં બે મિનિટ મૌન પાળીને શહીદોને શ્રદ્ધાંજલી આપ્યા બાદ જ લગ્નવિધિ શરૂ કરાશે. તેમજ શહીદોના પરિવારોને મદદરૂપ થવા રૂ.22 હજારથી વધુ રકમનું અનુદાન આપવામાં આવશે.

- text

“ઉપર જીસકા અંત નહિ ઉસકો આસમાં કહતે હૈ,ઔર જમી પર જીસકા અંત નહીં ઉસકો ભારતમાંતા કહતે હૈ,’આવા આપણાં પ્યારા ભારતની રક્ષા કાજે પુલવામાં શહીદી વ્હોરનારા ભરતમાતાના વીર સપૂતોને મોરબીમાં સર્વત્ર વીરાંજલી આપવામાં આવી રહી છે અને શહીદ જવાનોના પરિવાર જનો માટે વિવિધ સંસ્થાઓ,વ્યક્તિઓ દ્વારા રૂપિયા ત્રણ કરોડ જેટલું માતબર દાન એકત્ર થયું છે ત્યારે આજે તા.25 ના રોજ પટેલ સમાજવાડી શનાળા ખાતે “ચિરાગ” હોસ્પિટલ વાળા ડો.અઘારાના સુપુત્ર ચિરાગ ના લગ્ન ડો.નિધિ સાથે અને સુપુત્રી પ્રેક્ષા ના લગ્ન દિનેશભાઇ વડસોલા ના સુપુત્ર ડો.તરૂણ વડસોલા સાથે થવાના હોય આ ડોકટર વર – વધુ ના લગ્નની શરૂઆત બે મિનિટના મૌન પાળી શહીદોને શ્રદ્ધાંજલી આપ્યા બાદ જ કરવામાં આવશે ત્યારબાદ બંને કુમાર-કન્યા તરફથી રૂ.11111 તથા રૂ. 11111 એમ કુલ રૂ. 22222 બાવીસ હજાર બસો બાવીસના આર્મી ફન્ડની જાહેર કરાશે અને લગ્ન સ્થળે વીર સપૂતોના વીરાંજલી શ્રદ્ધાંજલી માટેનો સ્ટોલ ઉભો કરાશે જેમાં શહીદોના ફોટો સામે દીપજ્યોતિ પ્રગટાવી અમરજવાન જ્યોતિની પ્રતિકૃતિ પાસે બે વ્યક્તિઓને સેનાના ડ્રેશકોડ સાથે સ્ટોલ પર રાખવામાં આવશે અને એમના દ્વારા જ લગ્ન સમારંભમાં ઉપસ્થિત સગા- વ્હાલઓ પાસેથી શહીદવિરો માટે ફન્ડ એકત્ર કરી અનોખી રીતે વીરાંજલી આપી દેશભક્તિ, રાષ્ટ્રપ્રેમના દર્શન કરાવશે અધારા અને વડસોલા પરિવાર દ્વારા આ રીતે શહીદોને શ્રદ્ધાંજલી આપી પ્રેરણાદાયી પહેલ કરાઈ છે.

મોરબી અપડેટના ન્યુઝ આપના મોબાઈલમાં સરળતાથી વાંચવા અમારી એપ્લિકેશન ઇન્સ્ટોલ કરો અને મેળવતા રહો મોરબી જિલ્લાના તાજા સમાચારો..એપ્લિકેશન ડાઉનલોડ કરવા નીચેની લિંક પર ક્લીક કરો..આભાર

https://play.google.com/store/apps/details?id=com.morbiupdate.news&hl=en

 

- text