મોરબી : અકસ્માતમાં યુવાનના મોતના કેસમાં ટ્રક ચાલક ઝડપાયો

- text


સીસીટીવી ફુટેજના આધારે પોલીસે આરોપીને ઝડપી લીધો

મોરબી :મોરબીના રાજપર ગામ નજીક 15 દિવસ પૂર્વે રિક્ષામાં બેસી પતિ પત્ની જઈ રહ્યા હતા તે દરમિયાન અજાણયા વાહન ચાલકે રીક્ષાને ઠોકર મારતા યુવકનું મોત નીપજ્યું હતું.આ બનાવમાં પોલિસે સીસીટીવી ફૂટેઝનાં આધારે ટ્રક ચાલકને ઝડપી લીધો હતો અને તેની સામે ગુન્હો નોંધી તપાસ હાથ ધરી હતી.

બનાવની મળતી માહિતી મુજબ મોરબીના રાજપર ગામ નજીક 15 દિવસ પૂર્વે સુભાષ પુનમચંદ પરમાર અને તેની પત્ની રિક્ષામાં બેસી રાજપર તરફ જતા હતા તે દરમિયાન એક ટ્રકચાલકે રીક્ષાને ઠોકર મારતા યુવકનું મોત નીપજ્યું હતું.આ બનાવમાં પોલિસે સીસીટીવી ફૂટેઝનાં આધારે જીજે 3યું 5929 નમ્બરના ટ્રકને પકડી પાડ્યો હતો. તપાસ દરમિયાન ટ્રક ચાલક ઇકબાલ અલારખાનું નામ ખુલતા ઇકબાલને ઝડપી લીધો હતો અને તેની સામે ગુન્હો નોંધી તપાસ હાથ ધરી હતી.

- text

મોરબી અપડેટના ન્યુઝ આપના મોબાઈલમાં સરળતાથી વાંચવા અમારી એપ્લિકેશન ઇન્સ્ટોલ કરો અને મેળવતા રહો મોરબી જિલ્લાના તાજા સમાચારો..એપ્લિકેશન ડાઉનલોડ કરવા નીચેની લિંક પર ક્લીક કરો..આભાર

https://play.google.com/store/apps/details?id=com.morbiupdate.news&hl=en

 

 

- text