મોરબી : સમૂહલગ્નમાં સાદાઈથી ભોજન લઈ બચેલા ખર્ચને શહીદોને અર્પણ કરાયો

- text


શહીદોને અપાઈ શ્રદ્ધાંજલી : મોરબી ઉપરાંત થાન અને વાંકાનેરમાં પણ સમૂહલગ્ન યોજાયા :કુલ 41 યુગલો લગ્નગ્રંથિથી જોડાયા

મોરબી : મોરબીમાં વરિયા પ્રજાપતિ સમજના સમૂહ લગ્નમાં સરાહનીય પ્રયાસ હાથ ધરાયો છે.જેમાં સમૂહલગ્નમાં સાદાઇથી ભોજન લઈ વધેલા ખર્ચને શહીદોને પરિવારોને અર્પણ કરાયો હતો. મોરબી ઉપરાંત થાન અને વાંકાનેરમાં પણ વરિયા પ્રજાપતિ સમાજના સમૂહલગ્ન યોજાયા હતા અને કુલ 41 યુગલોએ પ્રભુતામાં પગલાં માંડ્યા હતા.

મોરબીમાં નેશનલ હાઇવે નજીક રિવેરા સીરામીકના મેદાન ખાતે તથા થાનમાં રવજીભાઇ ભગત માર્ગ પર આવેલ વરિયા પ્રજાપતિ સમાજની વાડી ખાતે તેમજ વાંકાનેરમાં સ્ટેશન રોડ પર આવેલ વરિયા પ્રજાપતિ સમાજની વાડી ખાતે વરિયા પ્રજાપતિ સમાજના સમૂહલગ્નનું આયોજન કરવામાં આવ્યું હતું.

- text

મોરબીમાં વરિયા પ્રજાપતિ સમાજના 23 અને વાંકાનેરમાં 6 તથા થાનમાં 12 મળીને કુલ 41 યુગલો પ્રભુતામાં પગલાં માંડ્યા હતા.જોકે મોરબીમાં વરિયા પ્રજાપતિ સમૂહલગ્ન સમિતિએ આ સમૂહ લગ્નમાં પ્રેરણાદાયી પહેલ કરી હતી.જેમાં સમાજના લોકો એકદમ સાદાઈથી ભોજન લઈને તેમાંથી વધેલા ખર્ચને શહીદોના પરિવારોને અર્પણ કરવામાં આવ્યો હતો.

ઉપરાંત નવયુગલો તેમજ વિવિધ ક્ષેત્રના આગેવાનો અને મોટી સંખ્યામાં ઉપસ્થિત રહેલા સમાજના લોકોએ સમૂહલગ્નમાં બે મિનિટ મૌન પાળીને શહીદોને શ્રધાંજલિ આપી હતી.જ્યારે સમૂહલગ્ન સમિતિ દ્વારા શહીદોના પરિવારો માટે ફંડ એકત્ર કરવામાં આવ્યું હતું.જેમાં સમાજના લોકોએ પોતાની યથાશક્તિ પ્રમાણે અનુદાન આપીને શહીદોના પરિવારોને મદદરૂપ થવાનો હકારાત્મક પ્રયાસ કર્યો હતો.

મોરબી અપડેટના ન્યુઝ આપના મોબાઈલમાં સરળતાથી વાંચવા અમારી એપ્લિકેશન ઇન્સ્ટોલ કરો અને મેળવતા રહો મોરબી જિલ્લાના તાજા સમાચારો..એપ્લિકેશન ડાઉનલોડ કરવા નીચેની લિંક પર ક્લીક કરો..આભાર

https://play.google.com/store/apps/details?id=com.morbiupdate.news&hl=en

- text