મોરબીમાં બે સ્થળે જુગાર રમતા ૪ શખ્સો ઝડપાયા

- text


મોરબી : મોરબીના જુના બસ સ્ટેન્ડ પાસે અને સામાકાંઠે વરલી ફીચર તથા તીનપતીનો જુગાર રમતા ૪ શખ્સોને પોલીસે ઝડપી લઈને ધોરણસરની કાર્યવાહી હાથ ધરી છે.

મોરબી એ ડિવિઝન પોલીસ સ્ટાફે ગતરાતે નાઈટ પેટ્રોલીગ દરમ્યાન શહેરના જુના બસ સ્ટેન્ડ પાછળ ગેબનશાપીરની દરગાહ પાસે આરીફભાઈ મુસ્તાકભાઈ બ્લોચ ઉ.વ.38 રહે મકરાણીવાસને વરલી ફિચરનો જુગાર રમતા રૂ.250 સાથે ઝડપી લીધો હતો.જ્યારે મોરબી બી ડિવિઝન સ્ટાફે ગતરાત્રે મોરબીના સામાકાંઠે આવેલ સમર્પણ હોસ્પિટલ પાસે જાહેરમાં તીનપતિનો જુગાર રમતા રહેમતભાઈ અકલીમભાઈ શેખ, રામસિંગ છગનલાલ બિલાલ, અજયભાઈ શંકરભાઇ બહલઇને રૂ,2700 સાથે ઝડપીને વધુ તપાસ હાથ ધરી છે.

- text

મોરબી અપડેટના ન્યુઝ આપના મોબાઈલમાં સરળતાથી વાંચવા અમારી એપ્લિકેશન ઇન્સ્ટોલ કરો અને મેળવતા રહો મોરબી જિલ્લાના તાજા સમાચારો..એપ્લિકેશન ડાઉનલોડ કરવા નીચેની લિંક પર ક્લીક કરો..આભાર

https://play.google.com/store/apps/details?id=com.morbiupdate.news&hl=en

 

- text