મોરબી પાલિકાના રોજમદાર સફાઈ કર્મચારીઓની હડતાલથી દેકારો

- text


વેતન વધારા અને કાયમી કરવાની માંગ સાથે કરાર આધારિત કર્મચારીઓ બે દિવસથી હડતાલ પર ઉતરી જતા સફાઈના કામો ઠપ્પ

મોરબી : મોરબી નગરપાલિકાના રોજમદાર સફાઈ કર્મચારીઓ વેતન વધારો અને કાયમી કરવાની માંગ સાથે છેલ્લા બે દિવસથી હડતાલ ઉપર ઉતરી ગયા છે. જોકે પાલિકા તંત્ર સાથે વાટાઘાટોમાં કોઈ નક્કર પરીણામ ના આવતા હજુ આ રોજમદાર સફાઈ કર્મચારીઓની વધુ લંબાઈ તેવા એંધાણો વર્તાઈ રહ્યા છે. આ હડતાલથી શહેરમાં સફાઈના રોજિંદા કામો ઠપ્પ થઈ ગયા છે અને લોકોને ભારે હાલાકી વેઠવી પડી રહી છે.

મોરબી નગરપાલિકાના સફાઈના 11 માસના કરાર આધારિત કર્મચારીઓએ પોતાની પડતર માગણીઓ વેતન વધારો અને કાયમી કરવાની માંગ સાથે તંત્રનું નાક દબાવવા હડતાલનું શસ્ત્ર અખત્યાર કર્યું છે અને 220 જેટલા સફાઈના રોજમદાર કર્મચારીઓ ગત તા.18 થી હડતાલ પર ઉતરી ગયા છે.

જ્યારે નગરપાલિકામાં સફાઈના આ 220 રોજમદાર અને 140 કાયમી કર્મચારીઓ છે. ત્યાર આ કાયમી કર્મચારીઓ ફરજ પર છે. પરંતુ રોજમદાર કર્મચારીઓનો વર્ગ માટે હોય અને એ જ હડતાલ ઉપર ઉતરી જતા આખા શહેરની સફાઈની જવાબદારી કાયમી કર્મચારીઓના શિરે આવી પડી છે. તેથી આ કાયમી કર્મચારીઓ આખા શહેરની સફાઈ કરી શકવા અસમર્થ હોય જો આ હડતાલ લાંબી ચાલશે તો શહેરમાં સફાઇના અભાવનો ગંભીર પ્રશ્ન ઉદભવશે અને શહેરીજમોને પારાવાર મુશ્કેલી ભોગવવી પડશે.

- text

આ બાબતે પાલિકા પ્રમુખ કેતન વિલપરાએ જણાવ્યું છે કે, સફાઈના રોજમદાર કર્મચારીઓએ કોઈપણ પ્રકારની લેખિત જાણ કર્યા વગર હડતાલ ઉપર ઉતરી ગયા છે. જોકે તેમની આ માગણીઓ સરકાર ઉકેલી શકે તેમ છે અમે તેમની રજુઆત સરકાર પહોંચાડી શકીએ એ સિવાય અહીંથી તેમનો આ પ્રશ્ન હલ થઈ શકે તેમ નથી તેથી અમે તેમને રજુઆત આપવાનું કહ્યું હતું પરંતુ એ બાબતે રોજમદાર કર્મચારીઓ યોગ્ય જવાબ આપતા નથી અને તેમની માંગણીઓ મુદે અડગ રહ્યા છે. ત્યારે આ હડતાલ લંબાઈ તેવા એંધાણ વર્તાઈ રહ્યા છે.

મોરબી અપડેટના ન્યુઝ આપના મોબાઈલમાં સરળતાથી વાંચવા અમારી એપ્લિકેશન ઇન્સ્ટોલ કરો અને મેળવતા રહો મોરબી જિલ્લાના તાજા સમાચારો..એપ્લિકેશન ડાઉનલોડ કરવા નીચેની લિંક પર ક્લીક કરો..આભાર

https://play.google.com/store/apps/details?id=com.morbiupdate.news&hl=en

 

 

- text