મોરબીમાં ઉત્તમ સંતાન પ્રાપ્તિ માટેની કાર્યશાળાનું આયોજન

- text


યોગ્ય આહાર અને પ્રાણાયામથી કુદરતી પ્રસુતિ થઇ શકે છે

મોરબી: કલરવ હોસ્પિટલ, શનાળા રોડ, મહેશ હોટલની બાજુમાં, મોરબી ખાતે આત્રેય ગર્ભસંસ્કરણ કેન્દ્ર દ્વારા ઉત્તમ ગુણો ધરાવતું સંતાન પ્રાપ્ત કરવા માટે કાર્યશાળાનું આયોજન તારીખ 11 માર્ચથી કરવામાં આવ્યું છે.

ઉત્તમ સંતાન પ્રાપ્તિ માટેની આ કાર્યશાળાનું આયોજન રાષ્ટ્ર અને સમાજના ઉત્થાન માટે રાખવામાં આવી છે, જે સંપૂર્ણપણે નિઃશુલ્ક છે. આ કાર્યશાળામાં તારીખ 11 માર્ચે ગર્ભાવસ્થાની પૂર્વતૈયારી, તારીખ 10 એપ્રિલના રોજ સગર્ભાવસ્થાના 1 થી 3 મહિના, તારીખ 9 મેના રોજ ગર્ભાવસ્થાના 4 થી 6 માસ અને તારીખ 7મી જૂનના રોજ ગર્ભાવસ્થાના 7 થી 9 માસમાં શું ધ્યાન રાખવું તેની આપવામાં આવશે. આ કાર્યશાળામાં 15 થી 18 યુગલનું જ રજીસ્ટ્રેશન કરવાનું હોવાથી રજીસ્ટ્રેશન 9825621214 નંબર ઉપર વૉટ્સએપ અથવા હાઈક મેસેન્જર પર કરાવવાનું રહેશે. આ કાર્યશાળાનો સમય બપોરે 4:00 થી 5:30નો રહેશે. વધુ માહિતી માટે ડો. જયેશ પનારા (9825621214 અને 9409126767)નો સંપર્ક સાધવા જણાવાયું છે.

- text

મોરબી અપડેટના ન્યુઝ આપના મોબાઈલમાં સરળતાથી વાંચવા અમારી એપ્લિકેશન ઇન્સ્ટોલ કરો અને મેળવતા રહો મોરબી જિલ્લાના તાજા સમાચારો..એપ્લિકેશન ડાઉનલોડ કરવા નીચેની લિંક પર ક્લીક કરો..આભાર

https://play.google.com/store/apps/details?id=com.morbiupdate.news&hl=en

 

 

- text