મોરબી મચ્છીપીઠમાંથી બાઇક ચોરનાર ઝડપાયો

- text


 

એ ડિવિઝન પોલીસે જુના બસસ્ટેન્ડ નજીકથી વાહનચોર દબોચી લીધો

મોરબી : મોરબીના મચ્છીપીઠ વિસ્તારમાંથી બાઇક ચોરનાર વાહન ઉઠાવગીરને એ ડિવિઝન પોલીસે જુના બસસ્ટેન્ડ નજીકથી ઝડપી લીધો હતો.

મોરબી જીલ્લામાં થતા વાહન ચોરીના બનાવો બનતા અટકાવવા જિલ્લા પોલીસવડાએ સુચના આપતા એ ડિવિઝન પો.ઇન્સ.આર.જે.ચૌધરી તથા સર્વેલન્સ સ્ટાફનાં માણસો વાહન ચેકીંગમાં હતા તે દરમ્યાન જુના બસ સ્ટેન્ડ પાછળથી બાઇક લઇને પસાર થઈ રહેલા સંજય અશોકભાઇ ચાવડા, રે.ગણેશનગર, વાવડીરોડ વાળાને અટકાવી કડક પુછપરછ કરતા તેને મચ્છીપીઠમાંથી બાઇક ચોરી કર્યાની કબુલાત આપી હતી.

સંજયની કબુલાતને આધારે પોલીસે મોટરસાયકલ કબજે કરી ગુન્હો ડિટેક્ટ કરેલ હતો અને આરોપીને ગિરફતમાં લઈ અન્ય ચોરીમાં સંડોવાયેલ છે કે કેમ તે અંગે તપાસ શરૂ કરી છે.

- text

પોલીસની આ કામગીરી પો.ઇન્સ.આર.જે.ચૌધરીના માર્ગદર્શન હેઠળ એ.એસ.આઇ. એમ.આર.ગામેતી,
હેડ.કોન્સ. આર.બી.કડિવાર, કિશોરભાઇ મીયાત્રા, શક્તિસિંહ ઝાલા, સખાભાઇ મોરી, પો.કોન્સ. ભરતભાઈ ખાંભરા, અજીતસિંહ પરમાર, રણજીતસિંહ ગઢવી તથા નિર્મળસિંહ જાડેજા વગેરેએ કરી હતી.

- text