મોરબીમાં તારીખ 16ને શનિવારે ભવ્ય લોકડાયરાનું આયોજન

- text


મોરબીમાં તારીખ 16ને શનિવારે મધુરમ સોસાયટી, આલાપ રોડ ખાતે રાત્રે 9 વાગ્યાથી ભવ્ય લોકડાયરાનું આયોજન કરવામાં આવ્યું છે. આ સમગ્ર કાર્યક્રમનું આયોજન રમત ગમત અને સાંસ્કૃતિક પ્રવૃત્તિ વિભાગ- ગાંધીનગર અને કમિશ્નર યુવક સેવા અને સાંસ્કૃતિક પ્રવૃત્તિ- ગાંધીનગર દ્વારા કરવામાં આવ્યું છે તથા કાર્યક્રમનું સંચાલન જિલ્લા રમત ગમત અધિકારી કચેરી-મોરબી દ્વારા કરવામાં આવ્યું છે. આ ડાયરાના મુખ્ય ભજનિકો મંથન વ્યાસ, ભાવેશ પટેલ અને મુન્ના મહારાજ છે. આ કાર્યક્રમનો લાભ લેવા માટે જાહેર જનતાને અનુરોધ કરવામાં આવ્યો છે.

- text

મોરબી અપડેટના ન્યુઝ આપના મોબાઈલમાં સરળતાથી વાંચવા અમારી એપ્લિકેશન ઇન્સ્ટોલ કરો અને મેળવતા રહો મોરબી જિલ્લાના તાજા સમાચારો..એપ્લિકેશન ડાઉનલોડ કરવા નીચેની લિંક પર ક્લીક કરો..આભાર

https://play.google.com/store/apps/details?id=com.morbiupdate.news&hl=en

 

 

- text