હળવદના ગામડાઓની શાળાઓ અને પોલીસ દ્વારા પુલવામા શહીદોને શ્રદ્ધાંજલિ અર્પણ કરાઈ

- text


કેન્ડલ માર્ચ, મૌન રેલી અને મૌન પાળીને ભાવાંજલિ અપાઈ

હળવદ: કાશ્મીરના પુલવામામાં ગત ગુરુવારે થયેલા આતંકી હુમલામાં સીઆરપીએફના 44 જવાનો શહીદ થયા, તેઓને દેશભરમાં શ્રદ્ધાંજલિ આપવામાં આવી હતી. તે અંતર્ગત હળવદ તાલુકાના ટીકર, માનગઢ અને રણમલપુરની પ્રાથમિક શાળાઓમાં વિરાંજલી અર્પણ કરવામાં આવી હતી.

કાશ્મીરમાં થયેલા આ નાપાક હરકતના કારણે આખા દેશમાં રોષ ભભૂકી ઉઠ્યો હતો, ત્યારે ગઈકાલે ટીકરની પ્રાથમિક શાળામાં સમગ્ર ગ્રામજનોએ ભેગા મળીને શહીદોને વિરાંજલી અર્પણ કરી હતી તથા માનગઢ અને રણમલપુરની શાળાઓમાં વિદ્યાર્થીઓ અને શિક્ષકો દ્વારા બે મિનિટ મૌન પાળીને શ્રદ્ધાંજલિ તેમજ પુષ્પાંજલિ અર્પણ થઇ હતી. શાળાઓમાં આ કૃત્યને કડક શબ્દોમાં વખોડીને આવા આતંકી હુમલા સામે કડક કર્યવાહીની માંગ સરકારને કરવામાં આવી હતી.

- text

એક તરફ શાળાઓમાં વિરાંજલી આપવામાં આવી હતી, ત્યારે બીજી તરફ હળવદ પોલીસે પણ જવાનોને શ્રદ્ધાસુમન અર્પણ કર્યા હતા. ગઈકાલે હળવદ પોલીસકર્મીઓએ શહાદત વ્હોરી લેનાર જવાનો માટે પી. આઈ. એમ. આર. સોલંકીની સૂચના અનુસાર તમામ પોલીસ સ્ટાફે પાંચ મિનિટ મૌન પાળીને દેશભાવના પ્રગટ કરી હતી, એ સાથે શાહિદ થયેલા વીરોનાં પરિવારજનોને સાંત્વના પાઠવીને દુઃખની લાગણી વ્યક્ત કરવામાં આવી હતી અને આ ઘટનાની સખત શબ્દોમાં નિંદા કરાઈ હતી. આ તકે હળવદના પી. એસ. આઈ. પી. જી. પનારા, પી. એસ. આઈ. સમા, પી. એસ. આઈ. જે. એમ. ધનેસા સહીત સૌ પોલીસકર્મીઓએ એકત્રિત થઈને શહીદોના માનમાં ભાવાંજલિ અર્પિત કરી હતી

મોરબી અપડેટના ન્યુઝ આપના મોબાઈલમાં સરળતાથી વાંચવા અમારી એપ્લિકેશન ઇન્સ્ટોલ કરો અને મેળવતા રહો મોરબી જિલ્લાના તાજા સમાચારો..એપ્લિકેશન ડાઉનલોડ કરવા નીચેની લિંક પર ક્લીક કરો..આભાર

https://play.google.com/store/apps/details?id=com.morbiupdate.news&hl=en

 

- text