મોરબી : શહીદોને શ્રદ્ધાંજલિ રૂપે સ્પ્રેડાયર એસો.એ પણ પાંચ લાખ રૂપિયાનો ફાળો એકત્રિત કર્યો

- text


શહાદતનું ઋણ ચુકવતા મોરબીવાસીઓમાં દેશભક્તિના ઘોડાપુર ઉમટ્યા

મોરબી : તાજેતરમાં જમ્મુ-કાશ્મીરમાં થયેલા આતંકવાદી હુમલામાં શહિદ થયેલા ભારતના વીર સપૂતોના પરિવારોને સાંત્વના સ્વરૂપે રોકડ અનુદાન આપવાના સત્યું કર્યો થઈ રહ્યા છે.જેમાં મોરબીના સ્પ્રેડાયર એસોશોયેશને રૂપિયા પાંચ લાખનો ફાળો એસો.ના સભ્યો પાસેથી મેળવ્યો છે. જે શહીદોના પરિવારો સુધી પહોંચાડવામાં આવશે.

દેશના કોઈપણ ખૂણે કોઇ પણ પ્રકારની આપત્તિ સર્જાય ત્યારે ભારે સંવેદના સાથે મોરબીવાસીઓ પીડિતોને મદદરૂપ થવા કાયમ અગ્રેસર રહે છે. જાનના જોખમે દેશની સુરક્ષા કરતા વીર સપૂતો બહાદુરી પૂર્વક કુરબાન થાય ત્યારે એ શહીદના પરિવારોને મદદરૂપ થવા મોરબીવાસીઓ છુટા હાથે દાનની સરવાણી વહાવે છે.
જમ્મુ-કાશ્મીરમાં આંતકી હુમલામાં શહીદ થયેલા વીર જવાનોના પરિવારોને મદદરુપ થવા મોરબી સીરામીક એસો.એ પહેલ કર્યા બાદ ઉધોગકારો અને વેપારીઓમાં સંવેદનાના સહિત દેશભક્તિના પુર ઉમટ્યા છે. શહીદ પરિવારોને મદદરૂપ થવા મોરબીનું સ્પ્રેડાયર એસો. ગ્રુપ પણ આગળ આવ્યું છે. સ્પ્રેડાયર એસો.ગ્રુપ તરફથી શહીદ પરિવારો માટે આશરે રૂ.૫ લાખનો ફાળો એકઠો થયો છે. હજુ અવિરતપણે દાનની સરવાણી વહેવાનું ચાલુ જ છે.

મોરબી સ્પ્રેડાયર એસો.ગ્રુપ તરફથી શહીદ પરિવારોને મળેલી દાનની રકમ નીચે મુજબ છે

- text

(૧) રૂ.૫૦૦૦૦/શિવમ્ સેરા કલે
(૨) શ્રી રામ મિનરલ રૂ. ૧૧૦૦૦/
(૩) યોર મિનરલ
રૂ. ૨૧૦૦૦/
(૪) સિદ્ધિ મિનરલ
રૂ. ૨૫૦૦૦/
(૫) સંગમ મિનરલ
રૂ. ૨૫૦૦૦/
(૬) એક્યુરા સીરામીક
રૂ. ૧૧૦૦૦/
(૭) વેન્ટોસા સીરામીક
રૂ. ૧૧૦૦૦/
(૮) સિમેક્સ કેલી આર્ટ
રૂ. ૧૧૦૦૦/
(૯) એલિકોન મિનરલ્સ
રૂ.૧૧૦૦૦/
(૧૦) અમુલ મિનરલ રૂ. ૧૧૦૦૦/
(૧૨) સર્વોપરી મિનરલ્સ રૂ.૧૧૦૦૦/
(૧૨) પાવન મિનરલ્સ
રૂ. ૧૧૦૦૦/
(૧૩) શિવાય મિનરલ્સ રૂ.૧૧૦૦૦/
(૧૪) સ્કાયવિંગ મિનરલ્સ
રૂ. ૧૧૦૦૦/
(૧૫) ઉમા મિનરલ્સ રૂ. ૧૧૦૦૦/
(૧૬) પ્રસાદ સીરા કલે
રૂ. ૧૧૦૦૦/
(૧૭) સ્કાયવ્યુ સીરામીક રૂ. ૧૧૦૦૦/
(૧૮) ગોકુલ મિનરલ્સ
રૂ. ૧૧૦૦૦/
(૧૯) ઉમિયા મિનરલ્સ રૂ. ૧૧૦૦૦/
(૨૦) તુલસી મિનરલ્સ રૂ. ૧૧૦૦૦/
(૨૧) સોલનો સીરામિક્સ
રૂ.૨૫૦૦૦/
(૨૨) એરોન મિનરલ્સ
રૂ. ૧૧૦૦૦/
(૨૩) ફોનિક સીરામીક
રૂ. ૧૧૦૦૦/
(૨૪) અમર સીરામીક
રૂ. ૧૧૦૦૦/
(૨૫) પર્કો મિનરલ
રૂ. ૧૧૦૦૦/
(૨૬) રોસલેન્ડ મિનરલ રૂ.૧૧૦૦૦/
(૨૭) કેશવ સીરામીક
રૂ. ૧૧૦૦૦/
(૨૮) નીલકંઠ મિનરલ રૂ. ૧૧૦૦૦/
(૨૯) શિવ મિનરલ્સ રૂ.૧૧૦૦૦/
(૩૦) લા સીરા
રૂ.૨૫૦૦૦/
(૩૧) ઓમ મિનરલ્સ
રૂ.૧૧૦૦૦/
(૩૨) ઓમકાર મિનરલ્સ
રૂ.૧૧૦૦૦/
(૩૩) કેશવાનંદ સીરા
રૂ. ૧૧૦૦૦/
(૩૪) તિરૂપતિ સીરામીક
રૂ. ૧૧૦૦૦/

વતન માટે શહીદી વ્હોરનારા જવાનોના પરિજનોને સાંત્વના આપવાના હેતુસર મોરબી સ્પ્રેડાયર એસોસિયેશનમાં હજુ પણ ઋણાનુદાન સ્વીકારવાનું ચાલુ છે.

મોરબી અપડેટના ન્યુઝ આપના મોબાઈલમાં સરળતાથી વાંચવા અમારી એપ્લિકેશન ઇન્સ્ટોલ કરો અને મેળવતા રહો મોરબી જિલ્લાના તાજા સમાચારો..એપ્લિકેશન ડાઉનલોડ કરવા નીચેની લિંક પર ક્લીક કરો..આભાર

https://play.google.com/store/apps/details?id=com.morbiupdate.news&hl=en

- text