ટંકારાને પાલિકાનો દરજ્જો અપાવવા શહેરીજનો ધારાસભ્ય અને કલેકટરને ટપાલ લખશે

- text


પ્રાથમિક સુવિધાથી વંચિત ટંકારા શહેરને નગરપાલિકાનો દરજ્જો અપાવવા માટેની ચળવળ શરૂ

ટંકારા : ટંકારામા પ્રાથમિક સુવિધાઓનો અભાવ વર્તાઈ રહ્યો છે. ત્યારે એક માત્ર આશાનું કિરણ ગણાતા નગરપાલિકાના દરજ્જાને મેળવવા માટે ચળવળ શરૂ થઈ ચૂકી છે. નગરપાલિકાની માંગ સંતોષવા શહેરીજનોએ ધારાસભ્ય અને કલેકટરને બે દિવસ માટે ટપાલ લખવાનો કાર્યક્રમ ઘડી કાઢ્યો છે.

પંડિત દયાનંદ સરસ્વતીની જન્મભૂમિ ટંકારામા પ્રાથમીક સુવિધાના અભાવે સ્થાનિકો તો ઠીક પરંતુ બહારથી આવતા લોકોને પણ પરેશાની વેઠવી પડે છે.ત્યારે હવે શહેરીજનોએ આ પરેશાની સામે ચળવળ શરૂ કરી દીધી છે. ટંકારાને નગરપાલિકાનો દરજ્જો આપવાની માંગ સંતોષવા ગ્રામજનોએ કલેકટર અને ધારાસભ્યને બે દિવસ સુધી ટપાલ લખવાનો નવીનતમ કાર્યક્રમ ઘડી કાઢ્યો છે.

- text

આ ઉપરાંત શહેરીજનોએ એવી પણ માંગ ઉઠાવી છે.કે આ મુદ્દો ધારાસભ્ય દ્વારા વિધાનસભામા ઉઠાવવામાં આવે અને ટંકારાને નગરપાલિકાનો દરજ્જો મળી રહે તેવા પ્રયાસો કરવામાં આવે. આ સાથે શહેરીજનોએ ટંકારાને ચૂંટણી પુર્વે નગરપાલિકાનો દરજ્જો મળે તેવી પ્રાર્થના માટે શિવરાત્રીએ ભગવાન ભોળાનાથની વિશેષ પૂજાનું પણ આયોજન કર્યું છે.

મોરબી અપડેટના ન્યુઝ આપના મોબાઈલમાં સરળતાથી વાંચવા અમારી એપ્લિકેશન ઇન્સ્ટોલ કરો અને મેળવતા રહો મોરબી જિલ્લાના તાજા સમાચારો..એપ્લિકેશન ડાઉનલોડ કરવા નીચેની લિંક પર ક્લીક કરો..આભાર

https://play.google.com/store/apps/details?id=com.morbiupdate.news&hl=en

- text