મોરબીના લક્ષ્મીનગર ગામે કૂવામાં ખાબકેલા ખૂટીયાનો બચાવ

- text


ગામના સરપંચ તથા આગેવાનોએ ક્રેઇનની મદદથી એક કલાકની જહેમતના અંતે ખુટિયાને હેમખેમ બહાર કાઢયો

મોરબી : મોરબીના લક્ષ્મીનગર ગામે આવેલા અવાવરું કૂવામાં કચરો ખાતી વેળાએ એક ખુટિયો કુવા અંદર ખાબક્યો હતો.આથી ગામના સરપંચ તથા આગેવાનોએ ક્રેઇનની મદદથી એક કલાકની જહેમતના અંતે ખુટિયાને કુવામાંથી હેમખેમ બહાર કાઢીને તેનો જીવ ઉગારી લીધો હતો.

આ બનાવની પ્રાપ્ત વિગતો અનુસાર મોરબીના લક્ષ્મીનગર ગામે આવેલા કૂવામાં આજે એક ખુટિયો પડી ગયો હતો.જોકે આ કૂવો ખાલી છે અને પાણી છેજ નહિ એટલે આ અવાવરું કૂવામાં માત્ર કચરો જ પડ્યો છે.તેથી કદાચ કચરો ખાતી વેળાએ આ ખુટિયો અંદર ખાબકી ગયો હોવાની શક્યતા છે .ત્યારે કૂવામાં ખુટિયો ખબકયાની જાણ થતાં ગામના સરપંચ બાલકૃષ્ણભાઈ વિરસોડિયા અને ગુણવંતભાઈ પાડલિયા સહિતના આગેવાનો કુવા ખાતે દોડી જઈને ખુટિયાને બચાવવા રેસ્ક્યુ ઓપરેશન હાથ ધર્યું હતું.અને ક્રેઇનની મદદથી કૂવામાં અંદર ઉતરી ક્રેઇનના દોરડા સાથે ખુટિયાને બાંધી ઉપર ખેંચીને તેનો જીવ બચાવી લીધો હતો.

મોરબી અપડેટના ન્યુઝ આપના મોબાઈલમાં સરળતાથી વાંચવા અમારી એપ્લિકેશન ઇન્સ્ટોલ કરો અને મેળવતા રહો મોરબી જિલ્લાના તાજા સમાચારો..એપ્લિકેશન ડાઉનલોડ કરવા નીચેની લિંક પર ક્લીક કરો..આભાર

https://play.google.com/store/apps/details?id=com.morbiupdate.news&hl=en

- text

- text