મોરબી: આરોગ્ય કર્મીઓનો અનોખો વિરોધ, જરૂરિયાતમંદો માટે રક્તદાન કેમ્પ યોજ્યો

- text


પડતર પ્રશ્નોના નિરાકરણ માટે માસ સી.એલ પર ઉતરેલા 100 થી વધુ કર્મચારીઓએ કર્યું રક્તદાન : રામધૂન અને સ્વચ્છતા અભિયાન સહિતના કાર્યક્રમો યોજાયા

મોરબી: મોરબી જિલ્લાના આરોગ્ય કર્મીઓ આજે પડતર પ્રશ્નો ઉકેલવાની માંગ સાથે માસ સીએલ પર ઉતર્યા છે. આ આરોગ્ય કર્મીઓએ આંદોલનાત્મક કાર્યક્રમો આપવાને બદલે રક્તદાન કેમ્પ, રામધૂન અને સ્વચ્છતા અભિયાન સહિતના કાર્યક્રમો યોજ્યા છે. આજે યોજાયેલા રક્તદાન કેમ્પમાં 100 થી યુનિટ જેટલું રક્ત જરૂરિયાતમંદોના લાભાર્થે એકત્ર કરવામાં આવ્યું છે.

મોરબી જિલ્લા આરોગ્ય કર્મચારી મહાસંઘ સરકાર પાસે પોતાના વર્ષો જુના પડતર પ્રશ્નોની માંગ પુરી કરવા આંદોલનના તૃતીય ચરણના ભાગરૂપે સામુહિક માસ સી.એલ. પર ઉતરી જતા જિલ્લાની આરોગ્ય સેવાઓ ખોરવાઈ ગઈ છે. પરંતુ રજા મૂકીને દર્દીઓને પરેશાન કરવાનો હેતુ ન હોવાની પ્રતીતિ સરકારને થાય તે માટે રામધૂન તેમજ સફાઈ અભિયાન જેવા કાર્યક્રમ કરવામાં આવી રહ્યા છે.

સાથોસાથ મોરબી જિલ્લાના તમામ સંવર્ગના વિવિધ આરોગ્ય કર્મચારીઓ પોતાનું આ આંદોલન પોતાના સેવાકીય સ્વભાવ પ્રમાણે કોઈ પણ પ્રકારના ઉગ્ર દેખાવ કરવાના બદલે
ગરીબ લોકો અને ખાસ કરીને જોખમી સગર્ભા બહેનોને મદદરૂપ થાય તે હેતુથી રક્તદાન કેમ્પનું આયોજન કરવામાં આવ્યુ છે. જિલ્લાપંચાયત સભાખંડ મોરબી ખાતે સવારે ૧૦:૦૦ થી સાંજના ૪:૦૦ કલાક સુધી ચાલનાર આ રક્તદાન કાર્યક્રમમાં અત્યાર સુધીમાં મોટી સંખ્યામાં કર્મચારીઓ રક્તદાન કરી ચુક્યા છે અને હાલ પણ રક્તદાન ચાલી રહ્યું છે.

- text

મોરબી જિલ્લાના તમામ સેવાભાવી લોકોને આ રક્તદાન કેમ્પમાં રક્તદાન જેવા ભગીરથ કાર્યમાં સહભાગી થવા જરૂરિયાતમંદ લોકો તેમજ જોખમી સગર્ભા બહેનો માટે રક્તદાન માટે કરવામાં આવેલી અપીલથી અન્ય લોકો પણ આરોગ્ય કર્મચારીઓના આ સત્યું વિરોધ પ્રદશનને ટેકો આપવાના ભાગ રૂપે રક્તદાન પ્રવૃત્તિમાં જોડાઈ રહ્યા છે.

એકઠું થયેલું તમામ રક્ત જોખમી સગર્ભા સ્ત્રીઓને તેમજ નવજાતની અમૂલ્ય સારવારમાં ઉપીયોગી બને તેવા ઉમદા હેતુથી સરકારી બ્લડબેન્કમાં જમા કરાવવામાં આવશે.
આરોગ્ય કર્મચારીઓના આ વિશિષ્ટ વિરોધ પ્રદશનને ચોમેરથી આવકાર તેમજ સહયોગ પ્રાપ્ત થઈ રહ્યો છે.

મોરબી અપડેટના ન્યુઝ આપના મોબાઈલમાં સરળતાથી વાંચવા અમારી એપ્લિકેશન ઇન્સ્ટોલ કરો અને મેળવતા રહો મોરબી જિલ્લાના તાજા સમાચારો..એપ્લિકેશન ડાઉનલોડ કરવા નીચેની લિંક પર ક્લીક કરો..આભાર

https://play.google.com/store/apps/details?id=com.morbiupdate.news&hl=en

 

- text