મોરબીના ગુરૂકુલમાં વાર્ષિકોત્સવ અને શાકોત્સવ યોજાયો

- text


શાકોત્સવનો હજારો ભાવિકોએ લાભ લીધો : ધર્મજીવન સ્કોલરશિપ રૂપે ૭૦ વિધાર્થીઓને રૂ.૭ લાખનું અનુદાન અપાયું : શ્રેષ્ઠ શિક્ષકોનું સન્માન

મોરબી : મોરબીના સ્વામિનારાયણ ગુરુકુલમાં 6ઠો વર્ષીકોત્સવ અને શાકોત્સવ યોજાયો હતો આ કાર્યક્રમને હજારો ભાવિકોએ શ્રધ્ધાભેર માન્યો હતો.આતકે ધર્મજીવન સ્કોલરશીપ રૂપે ૭૦ છાત્રોને રૂ.૭ લાખની રકમ ફાળવવામાં આવી હતી એન્ડ શ્રેષ્ઠ શિક્ષકોનું સન્માન કરાયું હતું.

મોરબીના સ્વામિનારાયણ ગુરુકુલના આગણે છઠો વર્ષીકોત્સવ અને શાકોત્સવનું આયોજન કરવામાં આવ્યું હતું.જેમાં વર્ષોની પરંપરા અનુસાર સ્વામીજીએ રીગણાનું શાક બનાવીને હરિભક્તોને રીગણાનું શાક અને બાજરાના રોટલાનો પ્રેમથી પ્રસાદ વ્હેચ્યો હતો.આ પ્રસંગે ગુરૂકુલના ૩૦૦ વિદ્યાર્થીઓએ પ્રાર્થના, વક્તવ્ય, રૂપક, ડાન્સ વગેરે કૃતિઓને આગવા અંદાજમાં રજૂ કરી હતી.જ્યારે કલેકટર માકડીયાએ પ્રસંગોચિત ઉદબોધન કર્યું હતું.ઉપરાંત ગુરુ મહારાજ દેવકૃષ્ણદાસજી સ્વામીએ આશીર્વચન પાઠવ્યા હતા.તેમજ ધર્મજીવન સ્કોલરશીપ રૂપે ૭૦ વિદ્યાર્થીઓને રૂ.૭ લાખની રકમ ફાળવવામાં આવી હતી.આ સંસ્થાને સમર્પિત શિક્ષકોનું સન્માન કરવામાં આવ્યું હતું.આ કાર્યક્રમને સફળ બનાવવા સંસ્થાના સંચાલક સ્વામી જ્ઞાનજીવનદાસજીના માર્ગદર્શન હેઠળ ગુરુકુલના છાત્રો તથા શિક્ષકોએ ભારે જહેમત ઊઠાવી હતી.

- text

- text