વાંકાનેર : શાળાના 26મી જાન્યુઆરીના કાર્યક્રમમાં શિક્ષક શિવજી બનીને ઝૂમયા, જુઓ વિડિઓ

- text


કાછીયાગાળા પ્રા.શાળાના શિક્ષકે ૨૬ જાન્યુઆરીએ કરેલુ શિવનૃત્ય વખણાયુ

વાંકાનેર : વાંકાનેર તાલુકાની શ્રી કાછીયાગાળા પ્રા. શાળામાં 26 મી જાન્યુઆરીએ યોજાયેલ સાંસ્કૃતિક કાર્યક્રમમાં શાળાના શિક્ષકે શિવજીની વેશભૂષા ધારણ કરીને નૃત્ય કરી સૌના મન મોહી લીધા હતા.

કાછીયાગાળા ગામની પ્રાથમિક શાળામાં પ્રજાસત્તાક પર્વની ઉલ્લાસભેર ઉજવણી કરવામાં આવી હતી. જેમાં ધ્વજવંદન બાદ યોજાયેલા સાંસ્કૃતિક કાર્યક્રમ સમગ્ર ગ્રામજનો માટે યાદગાર બની ગયો હતો કારણ કે આ સાંસ્કૃતિક કાર્યક્રમમાં શાળાના બાળકોની સાથે શાળાના શિક્ષક પરેશભાઈ બાવાળીયાએ શિવજીનો અવતાર ધારણ કરી નૃત્ય રજૂ કર્યું હતું. શિક્ષક દ્વારા રજૂ કરાયેલા આ શિવનૃત્યને ગામમાં તેમજ આજુબાજુના સમગ્ર વિસ્તારમાંથી આવેલા ગ્રામજનોએ ઉત્સાહભેર વધાવી લીધો હતો.

- text

મોરબી અપડેટના ન્યુઝ આપના મોબાઈલમાં સરળતાથી વાંચવા અમારી એપ્લિકેશન ઇન્સ્ટોલ કરો અને મેળવતા રહો મોરબી જિલ્લાના તાજા સમાચારો..એપ્લિકેશન ડાઉનલોડ કરવા નીચેની લિંક પર ક્લીક કરો..આભાર

https://play.google.com/store/apps/details?id=com.morbiupdate.news&hl=en

- text