અપના હાથ જગન્નાથ : મોરબીમાં ગટરની જાતે જ સફાઈ કરતા લોકો

- text


તંત્રની ઘોર બેદરકારીને કારણે લોકોને જાતે જ ગટરની કરવી પડતી સફાઈ : વેરા ભરવા છતાં સફાઈમાં તંત્ર ધ્યાન ન આપતા લોકોમાં રોષ

મોરબી : ગટર પશ્ને મોરબી પાલિકા તંત્રની અક્ષમ્ય બેદરકારીના પાપે લોકોને જાતે જ ગટરની સફાઈ કરવી પડે તેવી નોબત આવી છે.જેમાં સામાકાંઠે આવેલા મિલન પાર્કમાં લોકોને જાતેજ ગટરની સફાઈ કરવી પડે છે.જોકે પાલિકા તંત્રને સમયસર વેરા ભરવા છતાં ગટરની સફાઈમાં ધ્યાન ન આપતા લોકોમાં રોષ વ્યાપી ગયો છે.

- text

મોરબીના સામાકાંઠે આવેલ મિલન પાર્ક સોસાયટીમાં લોકોના જણાવ્યા મુજબ તેમની સોસાયટીમાં છેલ્લા ઘણા સમયથી ભૂગર્ભ ગટર ઉભરાઈ રહી છે અને ગટરની ગંદકી ઓવરફ્લો થતા લોકોને ભારે હાડમારી વેઠવી પડે છે.આ ગટરનો પ્રશ્ન હલ કરવામાં તંત્ર ભારે ઉદાસીન દાખવતું હોવાથી આ સોસાયટીના લોકોની સુખાકારી જળવાઈ રહે તે માટે સ્થાનિક લોકોને ભૂગર્ભ ગટરની સફાઈ કરવી પડે છે અને તંત્રની બેદરકારીના પાપે સ્થાનિક લોકોને જાતે જ ગટર કાઢવી પડે છે .જોકે પાલિકાને સમયસર વેરા ભરવા છતાં પણ આ પ્રાથમિક સુવિધા પશ્ને ભારે લાપરવાહી દાખવતું હોવાથી નાછૂટકે લોકોને જાતેજ ગટરની સમસ્યાઓનો હલ કરવો પડે છે.થોડા સમય પહેલા સોઓરડીમાં પણ લોકોને જાતે જ ગટરની સફાઈ કરવી પડતી હોવાની બાબત બહાર આવી હતી. જે તંત્ર માટે શરમજનક બાબત છે.

મોરબી અપડેટના ન્યુઝ આપના મોબાઈલમાં સરળતાથી વાંચવા અમારી એપ્લિકેશન ઇન્સ્ટોલ કરો અને મેળવતા રહો મોરબી જિલ્લાના તાજા સમાચારો..એપ્લિકેશન ડાઉનલોડ કરવા નીચેની લિંક પર ક્લીક કરો..આભાર

https://play.google.com/store/apps/details?id=com.morbiupdate.news&hl=en

- text