મોરબી : સ્થાપનાના ૫૦ વર્ષ પુરા થયાની ઉજવણી કરશે ધી લાયન્સ ઈંગ્લીશ સ્કૂલ

- text


ભૂતપૂર્વ વિદ્યાર્થીઓને સન્માનવાનો કાર્યક્રમ યોજાશે

મોરબી : ૨૦૦૧ના ભૂકંપ પહેલા દરબારગઢમાં ચાલતી અને હાલ નાની બઝાર મેઇન રોડ , સ્વામિનારાયણ મંદિર સામે ખસેડાયેલી ધી લાયન્સ ઈંગ્લીશ સ્કૂલ મોરબી આવતી ૨૪ ફેબ્રુઆરીને રવિવારે તેની સ્થાપનાના ૫૦ વરસ પુરા કરી રહી છે. ત્યારે સ્કૂલ તેમજ લાયન્સ કલબ મોરબીના સંયુક્ત ઉપક્રમે અગાઉ સ્કૂલમાં અભ્યાસ કરી ગયેલા ભૂતપૂર્વ વિદ્યાર્થીઓના સન્માન સમારંભનું આયોજન કરવામાં આવ્યું છે.

૨૪ ફેબ્રુઆરીએ ટાઉનહોલમાં યોજાનાર આ કાર્યક્રમમાં ભૂતપૂર્વ વિદ્યાર્થીઓએ નામ રજીસ્ટર કરાવવું જરૂરી છે. આ માટે લાયન્સ કલબના રાજુભાઇ દોશી અને પી.જી.પટેલ કોલેજ મોરબીના પ્રિન્સિપાલ રવીન્દ્રભાઈ ભટ્ટનો સંપર્ક સાધવા એક યાદીમાં જણાવાયું છે

- text

મોરબી અપડેટના ન્યુઝ આપના મોબાઈલમાં સરળતાથી વાંચવા અમારી એપ્લિકેશન ઇન્સ્ટોલ કરો અને મેળવતા રહો મોરબી જિલ્લાના તાજા સમાચારો..એપ્લિકેશન ડાઉનલોડ કરવા નીચેની લિંક પર ક્લીક કરો..આભાર

https://play.google.com/store/apps/details?id=com.morbiupdate.news&hl=en

- text