મોરબી જિ.પ.ની સમિતિના ચેરમેનોની વરણી બાદ આરોગ્ય સમિતિની પ્રથમ બેઠક મળી

- text


પદાદીકરીઓએ અધિકારીઓને ગામડાની આરોગ્યલક્ષી કામગોરીના પ્રશ્નો પૂછ્યા : પી.એચ.સી.અને સબ સેન્ટરોના જર્જરિત બિલ્ડીંગને પાડી નાખવા માટે મંજૂરી અપાઈ

મોરબી : કોંગ્રેસ શાસિત મોરબી જિલ્લા પંચાયતમાં થોડા સમય પહેલા સમિતિઓના ચેરમેનોની વરણી કર્યા બાદ મહિલાની રચાયેલી જાહેર આરોગ્ય સમિતિની પ્રથમ બેઠક મળી હતી.જેમાં આરોગ્ય સમતીના ચેરમેન કુલસુમબેન બાદી તથા ગીતાબેન દુબરીયા, મનીષાબેન સરાવાડિયા, પિંકુબેન ચૌહાણ અને આરોગ્ય અધિકારી જે.એમ.કતીરા સહિતના હાજર રહ્યા હતા.

આ બેઠકમાં ચેરમેન અને સભ્યોને આયુષ્યમાન ભારત તથા વિવિધ આરોગ્ય વિષયક યોજનાની માહિતા આપવામાં આવી હતી. જુદી જુદી યોજના અંગે ગહન ચર્ચા વિચારણા કરવામાં આવી હતી.જ્યારે ચેરમેને પ્રશ્ન પૂછ્યો હતો કે, ગામડાઓમાં ઘન કચરાઓનો નિકાલ કરવાની કેવી કાર્યવાહી કરવામાં આવે છે. જેના જવાબમાં અધિકારીએ જણાવ્યું હતું કે આ કામગીરી જે તે ગ્રામ પંચાયત હસ્તક હોય છે છતાં પણ ગામડાઓમાં કચરાના નિકાલની વ્યવસ્થિત કામગીરી કરવાજે તે ગ્રામ પંચાયતને સૂચના આપી દેવાઈ છે.આ ઉપરાંત રવિવારે પી.એચ.સી.ચાલુ રાખવા જોઈએ તેવા પ્રશ્નના જવાબમાં અધિકારીએ કહ્યું હતું કે રવિવારે રજા હોય છે. એટલે આરોગ્ય સેન્ટરો બંધ હોય છે.પરંતુ ઇમરજન્સી કેસમાં તાત્કાલીક સારવાર મળે તેવી વ્યવસ્થા છે.જ્યારે પ્રાથમિક આરોગ્ય કેન્દ્રો અને સબ સેન્ટરોના જર્જરિત બિલ્ડીંગને નવા બનાવવાના માટે ડીમોલેશન કરવાની મંજૂરી આપવામાં આવી છે. જેમાં હળવડનું પ્રાથમીક આરોગ્ય કેન્દ્ર, ટિકર રણ , મયુરનગર, ટંકારાનું સબ સેન્ટર , રોહિશાળા, વિરવાવના બિલ્ડીંગને નવા બનાવવા માટે ડિમોલિશનના કામને બહાલી આપવામાં આવી છે. ચેરમેને સારી કામગીરી કરવા બદલ આરોગ્ય સ્ટાફને અભિનંદન પાઠવ્યા હતા.

- text

મોરબી અપડેટના ન્યુઝ આપના મોબાઈલમાં સરળતાથી વાંચવા અમારી એપ્લિકેશન ઇન્સ્ટોલ કરો અને મેળવતા રહો મોરબી જિલ્લાના તાજા સમાચારો..એપ્લિકેશન ડાઉનલોડ કરવા નીચેની લિંક પર ક્લીક કરો..આભાર

https://play.google.com/store/apps/details?id=com.morbiupdate.news&hl=en

 

- text