હડમતિયા નજીક અજાણ્યા શખ્સોએ નર્મદાલીંક યોજનાના બે વાલ્વ ખોલી નાખ્યા

- text


પાણીનો બેફામ વ્યય : નર્મદા ઓથોરિટીના કર્મચારીઓએ બન્ને વાલ્વનું સમારકામ કર્યું છતાં એક વાલ્વમાંથી પાણી લિકેજ

ટંકારા : ટંકારાના હડમતીયા નજીક અજાણ્યા શખ્સોએ નર્મદાલીંક યોજનાના બે વાલ્વ ખોલી નાખતા પાણીનો બેફામ વ્યય થયો હતો. બાદમાં
નર્મદા ઓથોરિટીના કર્મચારીઓએ બન્ને વાલ્વનું સમારકામ કરી નાખ્યું હતું. પરંતુ એક વાલ્વમાથી હજુ પણ પાણી લિકેજ થઈ રહ્યું હોવાનું જાણવા મળ્યું છે.

મળતી માહિતી મુજબ ટંકારા તાલુકાના હડમતિયા નજીક નર્મદાલીંક યોજનામાંથી આજે વહેલી સવારે ૫૬ અને ૫૭ નંબરના બે વાલ્વ કોઈ અજાણ્યા શખ્સોએ ખોલી નાખ્યા હતા. બાદમાં આ વાલ્વ ખુલા હોવાનું નર્મદા ઓથોરિટીના એક કર્મચારીને પેટ્રોલીંગ દરમિયાન ધ્યાને આવ્યું હતું. જેથી તેઓએ આ વાલ્વનું સમારકામ શરૂ કર્યું હતું. પરંતુ આ વેળાએ કર્મચારીનો પગ લપસી જતા તેઓને પગમાં ઇજાઓ પહોચી હતી અને તેનો મોબાઈલ પાણીમાં પડી ગયો હતો. જેના કારણે વધુ એક કલાક સુધી પાણીનો વ્યય થતો રહ્યો હતો.

- text

બાદમાં નર્મદા ઓથોરિટીના અન્ય કર્મચારીઓએ આ બન્ને વાલ્વનું સમારકામ કરી નાખ્યું હતું. જો કે હાલ સમારકામ બાદ પણ એક વાલ્વમાંથી પાણી લીકેજ થઈ રહ્યું હોવાનું જાણવા મળ્યું છે. જો કે એક બાજુ એવી પણ ચર્ચા ઉઠી છે કે ખેડૂતોએ પાણી ચોરી કરવા અર્થે વાલ્વ ખોલ્યો હતો.

મોરબી અપડેટના ન્યુઝ આપના મોબાઈલમાં સરળતાથી વાંચવા અમારી એપ્લિકેશન ઇન્સ્ટોલ કરો અને મેળવતા રહો મોરબી જિલ્લાના તાજા સમાચારો..એપ્લિકેશન ડાઉનલોડ કરવા નીચેની લિંક પર ક્લીક કરો..આભાર

https://play.google.com/store/apps/details?id=com.morbiupdate.news&hl=en

 

- text