મોરબી : મંજૂરી વગર તોડેલો રોડ બે દી માં રીપેરના કરાય તો પોલીસ ફરિયાદની ચીમકી !!

- text


પાણી પુરવઠા વિભાગે પાઇપલાઇન માટે રસ્તો ખોદયા બાદ રીપેર કરવામાં ન આવતા પાલિકાના નગરસેવક બી.એસ. જારીયાની નાયબ કાર્યપાલક ઇજનેરને રજુઆત

મોરબી : મોરબીના જેલ રોડ પર અગાઉ પાણીની પાઇપ લાઇન નાખવા માટે પાણી પુરવઠા તંત્રએ રસ્તો ખોદી નાખ્યા બાદ યોગ્ય મરમત ન કરાતા સ્થાનિક લોકોમાં રોષ ભભૂકી ઉઠ્યો છે આ બાબતે સ્થાનિક કાઉન્સિલરે પાણી પુરવઠા તંત્રને રજુઆત કરી બે દિવસમાં જ અગાઉ જેવો જ રોડ બનાવી ન દેવાય તો તેમની સામે ફોજદારી કાર્યવાહી કરવાની ચીમકી આપી છે.

મોરબી નગરપાલિકાના નગરસેવક ભરતભાઇ સામંતભાઈ જારીયાએ મોરબી પાણી પુરવઠા ગટર વ્યવસ્થા બોર્ડના નાયબ કાર્યપાલક ઇજનેરને રજુઆત કરી હતી કે, અગાઉ પાણી પુરવઠા તંત્ર દ્વારા એજન્સીઓ મારફત મોરબીના જેલરોડ પર પાઇપ લાઇન નાખવાની કામગીરી કરવામાં આવી હતી. અને પાઇપ લાઇન નાખવા માટે રોડને ખોદી નાખીને તોડી નાખવામાં આવ્યો હતો.ત્યારબાદ આ તંત્રએ રોડની યોગ્ય મરમત કરવાને બદલે જેમની તેમજ હાલતમાં મૂકી દેવતા વાહન ચાલકોને અવર જવર કરવામાં ભારે મુશ્કેલીઓનો સામનો કરવો પડે છે.

- text

વધુમાં જણાવ્યું કે રોડ તૂટેલો હોવાથી વાહન અકસ્માતના બનાવો બની રહ્યા છે .વધુમાં તેમણે જણાવ્યું હતું કે જેલરોડ પર કામ કરવા અંગે પાલિકામાંથી મંજૂરી જ આપવામાં આવી નથી.તેથી ગેરકાયદે આ રોડ તોડીને ઉપરથી યોગ્ય મરમત ન કરાઇ હોવાનું જણાવીને પાણી પુરવઠા તંત્ર બે દિવસમાં પોતાની ભૂલ સુધારુને રોડને પુર્વવત નહિ કરે તો તેમને આ અંગે પોલીસ ફરિયાદ કરવાની ચીમકી આપી છે.

મોરબી અપડેટના ન્યુઝ આપના મોબાઈલમાં સરળતાથી વાંચવા અમારી એપ્લિકેશન ઇન્સ્ટોલ કરો અને મેળવતા રહો મોરબી જિલ્લાના તાજા સમાચારો..એપ્લિકેશન ડાઉનલોડ કરવા નીચેની લિંક પર ક્લીક કરો..આભાર

https://play.google.com/store/apps/details?id=com.morbiupdate.news&hl=en

- text