મોરબી : દારૂ ઢીંચેલી હાલતમાં એક કારચાલક સહિત ચાર પકડાયા

- text


મોરબી : મોરબીમાં દારૂ ઢીંચેલી હાલતમાં એક કારચાલક સહીત ચાર શખ્સોને પોલીસે પકડી પાડી ધોરણસરની કાર્યવાહી હાથ ધરી છે. આ સાથે વાંકાનેર પોલીસે પણ એક શખ્સને પીધેલી હાલતમાં પકડી પાડ્યો છે.

પ્રાપ્ત થતી વિગત મુજબ મોરબી પોલીસે પીધેલી હાલતમાં ગઈકાલે ૪ શખ્સોને પકડી પાડ્યા હતા. જેમાં શકિત ચેમ્બર પાસેથી બોલેરોચાલક ગૌતમભાઇ કિશોરભાઇ વ્યાસ ઉ.વ. ૨૯ રહે.વાવડી રોડ, સિપાઈવાસમાંથી હુશેન ઉર્ફે ઢીંગલી યુસુફભાઇ બેલીમ ઉ.વ.૨૦ રહે.માતમચોક, વાવડી રોડ પરથી કુલદીપભાઇ રમેશભાઇ ગામી ઉ.વ.૨૫ રહે. રવીપાર્ક અને રફાળેશ્વર પાસેથી અંકિત ભૈયાલાલ પરમાર ઉ.વ.૧૯ રહે. રફાળેશ્વરવાળાને પોલીસે પકડી પાડ્યા છે.

- text

આ સાથે વાંકાનેર પોલીસે સરકારી હોસ્પિટલ સામેથી કલ્પેશભાઇ શાતીલાલ બજાણીયા ઉ.વ ૩૦ રહે.ભઠી વિસ્તારવાળાને પકડી પાડીને ધોરણસરની કાર્યવાહી હાથ ધરી છે.

મોરબી અપડેટના ન્યુઝ આપના મોબાઈલમાં સરળતાથી વાંચવા અમારી એપ્લિકેશન ઇન્સ્ટોલ કરો અને મેળવતા રહો મોરબી જિલ્લાના તાજા સમાચારો..એપ્લિકેશન ડાઉનલોડ કરવા નીચેની લિંક પર ક્લીક કરો..આભાર

https://play.google.com/store/apps/details?id=com.morbiupdate.news&hl=en

- text