સાયકલ પર સવાર થઈ મંદબુદ્ધિના બાળકો માટે મોરબીના યુવાને કરી હજારો કિમીની યાત્રા

- text


મનોદિવ્યાંગ બાળકો પ્રત્યે જાગૃતિ અર્થે ભાવનગરથી શરૂ કરેલી સાયકલ યાત્રા 12 જિલ્લામાં ફેરવી આજે મોરબી પોહચી પુરી કરતા વિજય વ્યાસ

ટંકારા : કુદરતી ક્ષતિથી માનસિક ખોડખાપણ સાથે જન્મેલા બાળકો પ્રત્યે સમાજની દ્રષ્ટિ બદલે એવા ઉમદા હેતુથી ગત વર્ષના ૧૦મા મહિનામાં ભાવનગરથી શરૂ કરેલ સાઇકલયાત્રા ૧૨ જિલ્લા ૮૪ તાલુકા અને તેના ગામડા ચીરી ટંકારા આવી પહોચી હતી. જેનુ આજે મોરબી ખાતે સમાપન થશે.

દરેક વાલી ઇચ્છતું હોય છે કે પોતાનું સંતાન બેસ્ટ અને શ્રેષ્ઠ બની તેનું નામ રોશન કરે પરંતુ કુદરતી ખામીથી જન્મેલા બાળક પ્રત્યે તેના વાલીઓ અને માતા-પિતા તેમજ સમાજ અણસમજણને કારણે અન્યાય કરતા હોવાનું સામે આવતા મોરબીના વિજય વ્યાસે સમાજને જાગૃત કરવાના ઉમદા હેતુથી આ સેવા સંકલ્પ યાત્રાનો પ્રારંભ કર્યો હતો. જેમાં મંદબુદ્ધિના એટલે કે સ્પેશિયલ ચાઈલ્ડ પ્રત્યેનો સમાજમાં અભિગમ બદલાય એ માટે સાયકલ પર સવાર થઈ એક અભિયાન છેડ્યું હતું. જેમાં ૧૨ જીલ્લા ૮૪ તાલુકાનો (લગભગ બે હજાર કી.મીનો પ્રવાસ) અને તેના ગામડામાં બાળકો માટે કામ કરતી વિવિધ સંસ્થાઓ અને આવા પરિવારના વ્યક્તિઓને મળી સમજાવવાનો પ્રયાસ કર્યો હતો. જેમાં આવા દિવ્યાંગ બાળકોના વાલીની દ્રષ્ટિ બદલવામાં તેઓ મહદઅંશે સફળ પણ થયા હતા.
આજે આ સાયકલ યાત્રા મોરબી આવી પહોચી છે. જ્યાં ૨ મહીના પછી વિજય વ્યાસ તેના પરીવારને મળશે.
ઉલ્લેખનીય છે કે આધુનિક ચિકિત્સા વ્યવસ્થાનો વ્યાપ વધવા છતાં જન્મજાત મનોદીવ્યાંગતા ધરાવતા બાળકો માટે હજુ અસરકારક સારવાર પદ્ધતિ વિકસી નથી. આવા બાળકોને સમાજ સ્વીકારતો નથી. ત્યારે માત્ર સ્પેશિયલ ટ્રેનિંગ દ્વારા જ આવા બાળકોને સમાજના મુખ્ય પ્રવાહમાં થોડે ઘણે અંશે લાવી શકાય છે. વિજય વ્યાસની સાયકલ યાત્રાથી તેઓ એમના આ અભિયાનમાં કામિયાબ થયા છે.

- text

મોરબી અપડેટના ન્યુઝ આપના મોબાઈલમાં સરળતાથી વાંચવા અમારી એપ્લિકેશન ઇન્સ્ટોલ કરો અને મેળવતા રહો મોરબી જિલ્લાના તાજા સમાચારો..એપ્લિકેશન ડાઉનલોડ કરવા નીચેની લિંક પર ક્લીક કરો..આભાર

https://play.google.com/store/apps/details?id=com.morbiupdate.news&hl=en

- text