મોરબી : ઘડિયાળના કારખાનામાં આગ લાગી

- text


મોરબી : મોરબી – રાજકોટ હાઈવે પર વૃંદાવન પાર્ટી પ્લોટ પાછળ આવેલા એક્સેટ નામના ઘડિયાળ અને ફોટો ફ્રેમ બનાવતા કારખાનામાં આગ લાગી હતી. આજે સવારે આગ લાગતા મોરબી ફાયરની ટીમ ઘટના સ્થળે દોડી જઇ આગ પર કાબુ મેળવ્યો હતો.

રાજકોટ હાઇવે પર શનાળા નજીક આવેલા ઘડિયાળના કારખાનામાં કલર શોપ વિભાગમાં આગની ઘટના અંગે જાણ થતા જ ફાયર વિભાગના બી ડી જાડેજા, વિનયભાઈ ભટ્ટ, વસીમ મેમણ અને વિજય પંડ્યા સહિતની ટીમ સ્થળ પર દોડી જઈને પાણીનો મારો ચલાવી આગ પર કાબુ મેળવ્યો હતો

- text

આગની આ ઘટનામાં સદનસીબે કોઈ જાનહાની થઇ નથી. જોકે આગને કારણે કલરશોપ વિભાગમાં રહેલી મશીનરીને નુકશાન પહોંચ્યું હોવાનું જાણવા મળી રહ્યું છે.

મોરબી અપડેટના ન્યુઝ આપના મોબાઈલમાં સરળતાથી વાંચવા અમારી એપ્લિકેશન ઇન્સ્ટોલ કરો અને મેળવતા રહો મોરબી જિલ્લાના તાજા સમાચારો..એપ્લિકેશન ડાઉનલોડ કરવા નીચેની લિંક પર ક્લીક કરો..આભાર

https://play.google.com/store/apps/details?id=com.morbiupdate.news&hl=en

 

- text