મોરબી : જલારામ મંદીર દ્વારા રાહતદરે ઉંધિયાનું વિતરણ કરાશે

- text


મકરસંક્રાંતિ નિમિત્તે દરેક જ્ઞાતિના લોકોને રાહતદરે ઉંધીયુ અપાશે : એડવાન્સ બુકિંગ ફરજીયાત

મોરબી : વિવિધ પ્રકાર ની માનવસેવા પ્રદાન કરતા જલારામ પ્રાર્થના મંદીર દ્વારા પ્રતિવર્ષની જેમ પ્રવર્તમાન વર્ષે પણ આગામી ૧૪ જાન્યુઆરીએ મકરસંક્રાંતિના પર્વ નિમિતે સર્વજ્ઞાતિય માટે રાહતદરે ટેસ્ટફુલ ચટાકેદાર ઉંધીયા વિતરણનુ આયોજન કરવા મા આવ્યુ છે.

આ અંગે જલારામ મંદિર દ્વારા એક યાદીમાં જણાવાયું છે કે ઉંધીયુ એક કીલોના કન્ટેનર પેકીંગ મા ઉપલબ્ધ રહેશે. ઉંધીયુ મેળવવા માટે એડવાન્સ બુકીંગ આવશ્યક હોય, બુકીંગ કરાવવા માટે શ્રી જલારામ પ્રાર્થના મંદીર-અયોધ્યાપુરી રોડ, શ્રી હરીશ ભાઈ રાજા- સરદાર રોડ, શ્રી હસુ ભાઈ પુજારા- શાક માર્કેટ ( દરિયાલાલ આલુ ભંડાર) , શ્રી જીતુ ભાઈ પુજારા- જેઈલ રોડ ( સુરેશ કાપડ ભંડાર), શ્રી રાજુ ભાઈ પુજારા- વાવડી રોડ ( પુજારા સિઝન સેન્ટર), શ્રી નટુભાઈ પોપટ- સામાકાંઠે ( પોપટ પાન), શ્રી રાજુ ભાઈ ગીરનારી- જલારામ પાર્ક- નવલખી રોડ, શ્રી સુરેશ ભાઈ પોપટ- રવાપર ગામ ( ભવાની પ્રોવિઝન), પરમાર ઈલેક્ટ્રોનિક્સ- ગેસ્ટ હાઉસ રોડ, શ્રી લોહાણા મહાજન વાડી- સુધારા વાળી શેરી નો સંપર્ક કરવો. બુકીંગ તા.૧૨-૧-૨૦૧૯ શનિવાર સાંજે ૫ વાગ્યા સુધી કરવા મા આવશે જેની નોંધ લેવા વિનંતી.

- text

ઉંધીયા વિતરણ તા. ૧૪-૧-૨૦૧૯ સોમવાર ના રોજ સવારે ૯ થી ૧૨ કલાક દરમિયાન થશે. મર્યાદીત સંખ્યા મા બુકીંગ કરવાનુ હોય સર્વજ્ઞાતિય જલારામ ભક્તો એ વહેલાસર બુકીંગ કરાવી લેવા જલારામ પ્રાર્થના મંદીર પરિવાર દ્વારા અનુરોધ કરાયો છે.

- text