મોરબીના વિકાસ વિદ્યાલયમાંથી એક યુવતી અને બે સગીરા દીવાલ કૂદીને ભાગી છૂટી

- text


બે સગીરાના અપહરણની નોંધાઈ ફરિયાદ

મોરબી : મોરબીના વિકાસ વિધાલયમાં એક જ રૂમમાં રહેતી યુવતી અને બે સગીરા સોમવારે દીવાલ કુદીને ભાગી છૂટી હતી .જોકે યુવતી અને બે સગીરાનું કોઈ અપહરણ કરી ગયાની ફરિયાદ નોંધી બી. ડિવિઝન પોલીસે ત્રણેયની શોધખોળ હાથ ધરી છે.

- text

આ બનાવની પ્રાપ્ત વિગતો અનુસાર મોરબીના સામાકાંઠે શોભેશ્ર્વર રોડ ઉપર આવેલ વિકાસ વિદ્યાલયમાં રહેતી એક યુવતી અને 15 તથા 16 વર્ષની બે સગીરા ગઈકાલે આ સંસ્થાની દીવાલ કુદીને ફરાર થઈ ગઈ હતી. વિકાસ વિધાલયમાંથી ભાગી જનાર યુવતીના આશરે અઢી વર્ષ પહેલાં બાળલગ્ન થયા હતા. તે સમયે તેણીને માતાપિતા સાથે રહેવું ન હોવાથી આ વિકાસ વિદ્યાલયમાં તેને મુકવામાં આવી હતી. પરંતુ હવે તે પુખ્તવ્યની હોય અને અહીં રહેવું ન હોવાનું સંચાલકોને જણાવતી હતી.જો કે આ અંગે કમિટી જ નિર્ણય કરે પછી તે અહીંથી જઇ શકે તેમ હોય કમિટીનો નિર્ણય આવે તે પહેલાં આ યુવતી તેની સાથે રૂમમાં રહેતી અન્ય બે સગીરા સાથે નાસી છૂટી હતી.આ બનાવ અંગે વિકાસ વિદ્યાલયના મેનેજર ભરતભાઇ નિમાવતે મોરબી બી. ડિવિઝનમાં યુવતીની ગુમસુદાની ફરિયાદ નોંધાવી છે.તેમજ બે સગીરાને કોઈ અજાણ્યા શખ્સો લલચાવી ફોસલાવીને ભગાડી ગયાની ફરિયાદ પણ નોંધાવી છે. બી. ડિવિઝન પોલીસે આ બનાવ અંગે તપાસનો ધમધમાટ શરૂ કર્યો છે.

- text