મોરબી ફાયરિંગ કેસ : ઋષિએ મીથીલેસની ટીકીટ બુક કરાવી અને વિજયસિંહે હિતુભાને સાચવ્યા હતા

- text


મોરબી : મોરબીના ફાયરિંગ પ્રકરણના આરોપીને મદદ કરનાર બે શખ્સોની રિમાન્ડ પૂર્ણ થતાં બન્નેને જેલહવાલે કરવામાં આવ્યા છે. એક શખ્સે મીથીલેસની ટિકિટ બુક કરી જ્યારે બીજા શખ્સે હિતુભા પેરોલ પરથી ફરાર હોવા છતાં સાચવ્યા હોવાનું સામે આવ્યું છે.

મોરબીના ચકચારી બનેલા ફાયરિંગ પ્રકરણમાં આરોપીને મદદ કરનાર વિજયસિંહ ચુડાસમા ઉર્ફે વિજય કડી અને ઋષિ મહેતાની અટકાયત કરી રિમાન્ડની માંગ માટે કોર્ટમાં રજૂ કરવામાં આવ્યા હતા. કોર્ટે આ બન્ને શખ્સોના બે દિવસના રિમાન્ડ મંજુર કર્યા હતા. આજે આ બન્ને શખ્સોના રિમાન્ડ પૂર્ણ થતાં બન્ને શખ્સોને જેલહવાલે કરવામાં આવ્યા છે.

- text

રિમાન્ડ દરમિયાન સામે આવ્યું હતું કે વિજયસિંહ ચુડાસમા ઉર્ફે વિજય કડી ફાયરિંગ સમયે ઘટના સ્થળે નહિ પણ રાજકોટ હાજર હતા.અને તેમને હિતુભા જ્યારે પેરોલ પરથી ફરાર હતા ત્યારે તેઓએ હિતુભાને સાચવ્યા હતા. જ્યારે ઋષિ મહેતાએ બિહારી શખ્સ મીથીલેસની ટીકીટ બુક કરાવી હતી.

- text