દવા વગર રોગ ભગાવો : મોરબીમાં ૩૦ ડિસેમ્બરે નેચરોપથી શિબિર

- text


મારૂ મોરબી સ્વસ્થ મોરબીના સૂત્ર સાથે ૧૫ જાન્યુઆરીથી મોરબીમાં નેચરોપથી હોસ્પિટલનો પ્રારંભ

મોરબી : કોઈ પણ અસાધ્ય રોગનો ઈલાજ નેચરોપથી સારવારમા છે, ફક્ત ખાનપાનમાં ધ્યાન આપવામાં આવે અને શુદ્ધ પાણી પીવામા આવે તો પણ વગર દવાએ રોગ ભગાવી શકાય છે, કઈક આવા જ ઉદેશ્ય સાથે મોરબીમાં આગામી ૩૦ ડિસેમ્બરને રવિવારે નિઃશુલ્ક નેચરોપથી શિબિર યોજાશે.

પ્રાપ્ત વિગતો મુજબ સંસ્કારધામ બ્લડબેન્ક, જી.આઇ.ડી.સી., મોરબી ખાતે આગામી તારીખ ૩૦-૧૨-૧૮ રવિવાર સવારે ૯:૦૦ થી ૧:૦૦ ડીવાઇન નેચરોપથી હોસ્પિટલ મોરબીના ડૉ.જગદિશભાઇ દ્વારા પાંચમી નિઃશુલ્ક નેચરોપથી શિબિરનું આયોજન કરાયું છે જેમાં કુદરતી ભોજન અને નેચરોપથીના સિધ્ધાંત પ્રમાણે જીવનશૈલી અપનાવી દમ, એસીડીટી, બી.પી., ડાયાબીટીસ, માઇગ્રેઇન, સાંધાના દુઃખાવા, હરસ-મસા, ચામડીના રોગ, ટી.બી. જેવા ભયંકર રોગમાંથી મુકતી મેળવવા અંગે સચોટ માર્ગદર્શન આપી નિરોગી જીવન જીવવા માર્ગદર્શન આપવામાં આવશે.

મારૂ મોરબી સ્વસ્થ મોરબી અભિયાન અંતર્ગત તા. ૩૦-૧૨-૧૮ ના રોજ યોજાનાર આ શિબિરમાં આપના ઘરના પીવાના પાણીનું પરિક્ષણ પણ નિઃશુલ્ક કરવામાં આવશે (૧૦૦ml પીવાનું પાણી ઘરેથી લાવવું) અને યોગ્ય માર્ગદર્શન આપવામાં આવશે. આ શિબિરમાં નેચરોપથીના ડીગ્રીવાળા તજજ્ઞ (૧) ડૉ. અમૃતભાઇ પટેલ અમદાવાદ (નેચરોપથી) સેવા આપશે
આવશે ઉપરાંત પીઢ નેચરોપથી (૨) ડૉ. પરેશભાઈ ગાંધી અને ચિંતનભાઇ ત્રિવેદી દુધેશ્વર નેચર હેલ્થ, રાજકોટ (૩) ડૉ. જગદિશભાઇ ગજ્જર કાયાજી પ્લોટ, મોરબી તેમજ (૪) ઉકાભાઇ પટેલ ગોંડલ શરીરના કોઈ પણ દુઃખાવાના એક્ષપર્ટ સેવા આપશે.

- text

મોરબીના આંગણે યોજાઈ રહેલ આ શિબિરમાં ૩૦મીએ ૯:૦૦ થી ૯:૨૦ દિપ પ્રાગટય કરી શિબિરનો પ્રારંભ કરાશે અને ૯:૨૦ થી ૧૦:૦૦ ડૉ. જગદિશભાઇ પીવાના પાણીની ગુણવત્તા તથા યોગ્ય પાણી દ્વારા રોગનિવારણ અંગે માર્ગદર્શન આપશે જ્યારે
૧૦:૦૦ થી ૧૧:૦૦ ડૉ. પરેશભાઇ ગાંધી કુદરતી ઉપચાર અને આહાર દ્વારા દ્વારા રોગ નાબુદી વિશે મહત્વપૂર્ણ સૂચન કરશે તેમજ ૧૧:૦૦ થી ૧૧ઃ૧૫ ચિંતનભાઇ નેચરોપથી કેન્દ્ર અને ઉપચાર પદ્ધતિ વિશે માહિતી આપશે જ્યારે ૧૧ઃ૧૫ થી ૧ઃ૧૫ ડૉ. અમૃતભાઇ પટેલ પ્રાકૃતિક જીવનશૈલી અને ઉપચાર અને ૧૦:૦૦ થી ૧:૦૦ ઉકાભાઇ પટેલ દુઃખાવાની સારવાર આપશે.

મોરબીવાસીઓ માટે અત્યંત આનંદના સમાચાર એ છે કે આગામી ૧૫-૧-૨૦૧૯ થી ડીવાઇન નેચરોપથી કુદરતી ઉપચારની પ્રથમ હોસ્પિટલનો પ્રારંભ થઇ રહ્યો છે તેમજ ભારતમાં પ્રથમવાર ઉચ્ચ ગુણવત્તા યુક્ત સંશોધન કરેલ પાણીનું ઉત્પાદન (સર્વ રોગ નિવારક) પણ ડિવાઇન નેચરોપથી દ્વારા ૧૫-૧-૨૦૧૯ થી પ્રારંભ કરવામાં આવશે આ કેમ્પમાં ઉકાભાઇ પટેલ પાસે કોઇ પણ દુઃખાવા માટે ફ્રી સારવાર કરાવવા રજીસ્ટ્રેશન નામ નોંધણી ફરજીયાત છે, તે માટે મોરબીના પ્રથમ નેચરોપથી ડૉ. જગદિશભાઇ માહિતી આપશે અને પાણીનો ટેસ્ટ પણ કરાવી આપશે વધુ વિગતો માટે ડૉ. જગદિશભાઈ મો.૭૦ ૧૬૪૭૫૭૫૪ ઉપર સંપર્ક કરવા યાદીમાં જણાવાયું છે.

- text