ઇફકો દ્વારા હળવદ ખાતે તાલીમ શિબિર યોજાઈ

- text


હળવદ : ઇફકો દ્વારા હળવદ મુકામે સહકારી મંત્રી તાલીમ કાર્યકમનું આયોજન કરવામા આવ્યુ હતું જેમાં હળવદ તા.સહ.ખ.વે.સંઘના ડીરેક્ટર અંબારામભાઈ, મેનેજર દર્શનભાઈ તેમજ તાલુકાના સહકારી આગેવાનો અને મંત્રીશ્રીઓ હાજર રહયા હતા.

આ કાર્યક્ર્મમાં ઇફકોના એરિયા મેનેજર પી.સી. ભાડજા દ્વારા ઇફકોની સહકારી અને સેવાકીય પ્રવૃત્તિઓ ની માહિતી આપી હતી તેમજ મોરબી જિલ્લાના ફિલ્ડ ઓફિસર ચિરાગ ઠુંમર દ્વારા ઇફકોના નવા ઉત્પાદનો અને તેનાથી થતા ખેડૂતોના લાભો વિશે વિસ્તૃત ચર્ચા કરી હતી અને અંતમાં ઇફકો-એમસીના પ્રતિનિધિઓ પિયુષ ધોરાજીયા અને દિવ્યાંગ પ્રજાપતિ દ્વારા ખેડૂત ઉપયોગી વિવિધ દવાઓ વિશે માહિતગાર કર્યા હતા.

આ કાર્યક્રમને સફળ બનવા માટે હળવદ તા.સહ.ખ.વે.સંઘના મેનેજર દર્શનભાઈ તેમજ તેના કર્મચારીઓ દ્વારા ભારે જેહમત ઉઠાવી હતી.

- text

- text